Abtak Media Google News

શ્રાવણી સોમવાર, આયુષ્યમાન યોગ, સર્વ સિઘ્ધિ યોગના શુભ સંયોગ સાથે ઉજવાયું રક્ષાબંધન પર્વ

સમૂહ જનોઇ બદલવાના કાર્યક્રમો રદ, ભૂદેવોએ ઓનલાઇન શાસ્ત્રોકતવિધિ નિહાળી જનોઇ  ધારણ કરી: બજારોમાં મીઠાઇ- ગીફટની ખરીદી નહીંવત: ચાંદીની રાખડીનું ચલણ ઘટયું

‘કોણ ઝુલાવે લીમડી કોણ ઝુલાવે પીપડી ભાઇની બેની લાડકી ને ભયલો ઝુલાવે ડાળખી.. ’ આજે શ્રાવણ સુદ પુનમ ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન સાથો સાથ બ્રાહ્મણો માટે પણ જનોઇ બદલવાનો પાવન અવસર આ વષે સવારે ૯.૨૬ સુધી ભદ્રાનક્ષત્ર હોવાથી બહેનોએ ૯.૨૬ કલાક બાદ ભાઇની કલાઇ ઉપર રક્ષા સૂત્ર ‘રાખડી’બાંધી હતી. આ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ આજના પવિત્ર દિવસે શ્રાવણી સોમવાર, પુનમ આયુષ્યમાન યોગ ઉપરાંત સિઘ્ધિ યોગના શુભ સંયોગ સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં બહેનોએ રક્ષાબંધન પર્વની સાદગીપૂર્ણ ઉજવણી કરી હતી.આ વર્ષે રક્ષાબંધન પર્વમાં પણ કોરોના ઇફેકટ જોવા મળી વર્ષોથી મીઠાઇઓ, ચોકલેપ્સ, ગીફટ, કાર્ડસ વગેરેની ભરપુર ખરીદી સાથે ઉજવાતા તહેવારમાં આ વખતે ભારે મંદી જોવા મળી રક્ષાબંધના પર્વને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ બજારોમાં મંદિનો માહોલ જોવા મળ્યો ગીફટ- મીઠાઇની ખરીદી પણ સાવ ફીકી રહી.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ભૂદેવોએ આજે ઓનલાઇન વિધિ નિહાળી જનોઇ બદલી હતી કોરોના મહામારીને પગલે ભૂદેવો દ્વાર ઉજવાતા તમામ ધાર્મિક કાર્યક્રમો રદ કરાયા હતા.

જુદા જુદા શહેરોના જ્ઞાતિ મંડળોએ ભોજન સહિતના સમુહ ભોજન અને જનોઇ બદલવાના કાર્યક્રમો બંધ રાખ્યા હતા.

ભૂદેવોએ ઘેર બેઠા જનોઇ બદલી

પરંપરાગત રીતે બ્રાહ્મણો દર વર્ષે સમૂહમાં જનોઇ બદલવાનો કાર્યક્રમ યોજોતા હોય છે. પરંતુ આ વર્ષે સંક્રમણનો ફેલાવો  ન થાય તે માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના ભૂદેવોએ ઓનલાઇન જનોઇ બદલવાનું આયોજન કર્યુ હતું. જેમાં રાજકોટ – મોરબી સહિતના કેટલાક જયોતિષ શાસ્ત્રીઓ દ્વારા ઓનલાઇન મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી આ વિધિ ઓનલાઇન નિહાળી સમસ્ત બ્રહ્મ સમાજે જનોઇ ધારણ કરી .

ર૯ વર્ષ બાદ સર્વ સિઘ્ધાર્થ સિઘ્ધિ યોગને શુભ સંયોગ

જયોતિષ શાસ્ત્રો મુજબ ર૯ વર્ષ બાદ આજે રક્ષાબંધનના પર્વે સર્વ સિઘ્ધાર્થ સિઘ્ધીયોગનો શુભ સંયોગ બન્યો છે. રાખડી બાંધવા અને જનોઇ બદલવા આજનો દિવસ ખુબ જ મહત્વનો હોય આ યોગમાં અનેક શુભ સંયોગ થશે આજે ચંદ્રમાનું વક્ષત્ર શ્રવણ અને મકર રાશીના સ્વામી શનિ અને સૂર્ય બન્ને સમ સપ્તમ યોગ બનતા આજનો દિવજ ઘણો જ શુભ ગણાશે. જયોતિષ શાસ્ત્રો પ્રમાણે આજનો સંયોગ ર૯ વર્ષ બાદ બની રહ્યો છે.

રક્ષા બંધનની રોનક ફીકી પડી

કોરોના મહામારીને પગલે આ વર્ષે રક્ષાબંધન પર્વની રોનક ફીકી પડેલી જોવા મળી હતી બજારોમાં પણ ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. રાખડીનું બુકીંગ પણ પ૦ ટકા ઘડયું છે. રાખડી, મીઠાઇઓ ગીફટ સહિતના ખરીદીમાં પણ ભારે મંદી જોવા મળી ચાંદીની રાખડીનું  ચલણ પણ નહીવત રહ્યું તો પણ રક્ષાબંધનના તહેવાર નિમિતે ભાઇ-બહેન અને પરિવાર સાથે હોટેલ રેસ્ટોરેન્ટમાં જમવા જવાનો મેનીયો પણ ઠંડો પડી ગયો રક્ષાબંધન પૂર્વે જ હોટેલોમાં ટેબલ બુકિંગ માટે ભીડ રહેતી જે આ વર્ષે જોવા મળી ન હતી ગત વર્ષ કરતા રાખડીના વેચાણમાં પણ ૩૦ થી ૩પ ટકા મંદી જોવા મળી કોરોનાને કારણે રક્ષાબંધન પર્વનો આ વર્ષે ઉત્સાહ ઘટી ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.