Abtak Media Google News

કેનાલની ક્ષામતા કરતા વધુ પાણી છોડતા ખેડૂતોના રવિ પાકને નુકશાન

રાધનપુર તાલુકામાં રવિ સિઝન ટાણે નર્મદા નિગમની કેનાલો તુટવા અને ઉભરાવવાના બનાવો રોજ બરોજ સામે આવતા હોય ત્યારે વધુ એક વખત કેનાલ ઉભરાતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂત દ્વારા રવિ સિઝન માં વાવણી કરેલ ચણા અને ઘઉંના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું હતુ.

રાધનપુર તાલુકાના ધરવડી ગામની સીમમાંથી પસાર થતી મસાલી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં રવિવારની રાત્રે ક્ષમતા થી વધારે પાણી છોડવામાં આવતા કેનાલ નજીકના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેમાં મોહનભાઈ પોપટભાઈ ઠાકોર તથા અમરતભાઈ મંગળભાઈ ઠાકોર ના ખેતરમાં પાણી ભરાઈ જતા ચણા અને ઘઉંના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું હતુ. આ બાબતે

ખેડૂત દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સીએસવાય મસાલી ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની સાંકળ 3240 પર નર્મદા નિગમ દ્વારા નાનું નાળુ બનાવવામાં આવ્યું હતુ જેને લઇને પાણી આગળ જતુ નથી જ્યારે નાળુ બનાવ્યું ત્યારથી તુટી ગયેલ છે

જેને લઇને દરેક સીઝનમાં કેનાલ ઉભરાય છે. આ બાબતે દર વર્ષે નુકશાની વેઠતા ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતા નિગમ દ્વારા નક્કર કામગીરી કરવામાં આવી નથી નર્મદા નિગમની ભ્રષ્ટ નીતિને કારણે વર્ષો વર્ષ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવતો હોવાની વાત સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.