Abtak Media Google News

279 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહુર્તથી કંડલા પોર્ટનો બિઝનેશનો વિકાસ થશે

જુના કંડલા ખાતે નવર્નિર્મિત જેટી નંબર.7નું લોકાર્પણ તથા અન્ય ત્રણ પ્રોજેક્ટના ખાતમુહૂર્તથી પોર્ટ સાથેનો બિઝનેસ વધુ સરળ અને સુગમ બનશે તેવું કુલ રૂા. 279 કરોડના પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય શીંપિગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તળે દેશ અનેક ક્ષેત્રે નવા શિખરો સર કરી રહ્યો છે. દેશના દરેક પ્રાંતનું સશક્તિકરણ થયું છે. સાગરમાલા, ગતિશક્તિ વગેરે જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. દીનદયાળ પોર્ટમાં આકાર લેનાર નવા પ્રોજેક્ટ થકી દેશના 3000 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલિંગના લક્ષ્યાંકને હાંસિલ કરવામાં મદદ મળશે.

આજના કાર્યક્રમમાં રૂપિયા 73.92 કરોડના ખર્ચે જેટી નંબર 7ના લોકાર્પણ સાથે રૂપિયા 98.41 કરોડના ખર્ચે ઓઇલ જેટી નંબર 8 થી 11 ના બેકઅપ એરિયાના વિકાસનું કામ, રૂા. 67 કરોડના ખર્ચે એલ.સી 236 થી 1 નંબરના કાર્ગો બર્થ સુધીની રેલ્વે લાઈન સાથે ફોર લાઇન રોડ નિર્માણ કરીને કોમન કોરીડોર નિર્માણનું કાર્ય તથા રૂા 39.66 કરોડના ખર્ચે કાર્ગોજેટીની અંદર બીજા તબક્કામાં ડોમ શેઇપના સ્ટોરેજ શેડનું બાંધકામ એમ આ ત્રણ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શ્રીપદ નાયકે વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થી સુવિધાના વધારા સાથે રોજગારીમાં પણ વધારો થશે.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેન એસ.કે .મહેતાએ જણાવ્યું હતું કે , છેલ્લા 22 વર્ષ બાદ નવી જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ અન્ય પ્રોજેક્ટ આકાર લઇ રહ્યા છે. જેના કારણે કંડલા પોર્ટની હેન્ડલિંગ કેપેસિટીમાં વધારો થઈ જશે તેમજ છેલ્લા 15 વર્ષથી કાર્ગો હેન્ડલિંગમાં નંબર વન રહેતું પોર્ટ વધુ કિર્તીમાન સર્જશે. તેમણે ભવિષ્યના અન્ય પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપીને તે અંગે વિગતવાર છણાવટ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.