Abtak Media Google News
પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ૨૨,૦૧૫ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ: દેશ ભકિતગીતોના સમુહગાન દ્વારા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો

રાજકોટ ખાતે ૭૧માં પ્રજાસત્તાક દિવસની રાજય કક્ષાની  ઉજવણીના ભાગ રૂપે શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. આ અનુસંધાનમાં રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની ૧૨૦ શાળાઓ, તેમજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શાળાઓ,જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સની શાળાઓ, ઉપરાંત જીનિયસ સુપર કિડસ સંસ્થાના મનો-દિવ્યાંગ બાળકો, વિરાણી બહેરા-મુંગા શાળા અને વિરાણી અંધજનની  વિદ્યાર્થીનીઓ  મળી કુલ ૨૨,૦૧૫ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલમાં દેશભકિત ગીતોના સમુહગાન દ્વારા ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં  સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે.

Advertisement

આ ઈવેન્ટ માટે સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ મહાનગર પાલિકા મુખ્ય આયોજક હતા.જયારે રાજકોટ પોલીસ અને કામનાથ એડવર્ટાઈઝીંગ સહ-આયોજક હતા અને જીનિયસ ગુ્રપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા સમગ્ર સંકલન કરાયું હતું. આ ઈવેન્ટનો ઉદેશ ભાવિ પેઢીમાં રાષ્ટ્ર ભકિત,વિવિધતામાં શિક્ષકો અને ૫૦૦ જેટલા સ્વયં સેવકોએ દિવસ રાત જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમમાં  ૨૯ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના લોકનૃત્ય,લોકગીતો અને તે પ્રાંતની વેશભુષાને વિદ્યાર્થીઓએ વિવિધ સ્ટેજ ઉપર રજુ કરી હતી આ માટે રીગંરોડને ફરતે  ૩૨ સ્ટેજ ઉભા કરવામાં આવ્યાં હતા, જેને  જુદી-જુદી થીમ સાથે સુભોભીત કરાયા હતા.

તારીખ ૨૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સાંજે  રેસકોર્ષ રીંગ રોડ ઉપર ૨૨,૦૧૫ વિદ્યાર્થીઓએ એકસાથે ૦૬ દેશભકિત ગીતો રજુ કરીને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યુ હતું. ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડના એજયુડિકેટર ડો.વિનોદકુમાર સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે  કાર્યક્રમ સ્થળ ઉપર હાજર વિદ્યાર્થીઓની સંખ્યાનું નિરિક્ષણ કરીને ૨૬ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ૧૫,૮૦૦ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રેકોર્ડ તોડીને આ નવા રેકોર્ડને ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન માટે  પ્રમાણિત કર્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય,ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ,ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી રમ્યા મોહન,આર.એમ.સી કમિશ્ર્નર ઉદિત અગ્રવાલ પોલીસ કમિશ્ર્નર મનોજ કુમાર અગ્રવાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.