Abtak Media Google News

એલ.ડી.ઓ. ભરેલુ ટેન્કર જવા દેવા મામલે  રકમ માંગીતી

દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના પુરવઠા અધિકારી લાઈટ ડીઝલ ઓઈલ-લુબ્રિકેન્ટ ઓઈલના ધંધાર્થી પાસેથી   રૂા.1 લાખની લાંચ સ્વિકારતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના અમલદારો-સ્ટાફ દ્વારા ગોઠવાયેલ છટકામાં આબાદ સપડાય જતા તેમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જીલ્લા પુરવઠા અધિકારી વર્ગ-1 વિશાલ આર યાદવે તા.8 ના રોજ ઓઈલ-લુબ્રિકેન્ટના ધંધાર્થીનુ લાઈટ ડીઝલ ઓઈલ ભરેલ ટેન્કર રોકી તેના બીલ ત્થા અન્ય કાગળો ચેક કર્યા બાદ જવા દીધેલ ત્યારબાદ વિશાલ યાદવે ફરીયાદ સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂા.1 લાખની રકમની માંગણી કરેલ હતી. ફરીયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી લાંચ રૂશ્વત વિરોધી શાખાના અમલદારોનો સંપર્ક કરી હકિકત વર્ણવતા છટકુ ગોઠવવા નકકી કરાયેલ.

ફરીયાદીની ફરીયાદ મળતા મદદનીશ નિયામક એન.પી.ગોહિલના માર્ગદર્શનમાં તાપીના પોલીસ ઈન્સ્પેકટર એસ.એચ.ચૌધરી-મદદનીશો ગોઠવેલ છટકામાં નવસારી ગણદેવી રોડ પર, ઈટાળવા ગામે આવેલ રાજહંસ થીયેટરના પાર્કિંગમાં લાંચની રકમ સ્વિકારતા પંચો-સાક્ષીઓની રૂબરૂમાં સપડાય જતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના સ્ટાફ દ્વારા વિશાલ યાદવની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.