Abtak Media Google News

એસઓજી પોલીસે રાજપરના આર્ક લેમીક્રાફટ નામના કારખાનામાં ગેરકાયદે સિક્યુરિટી પુરી પાડવા બદલ ગુન્હો દાખલ કરાવ્યો

દરેક ગેરકાયદેસર બાબતમાં નંબર વન આવતા મોરબી જિલ્લામાં હોવી સિક્યુરિટી એજન્સીઓ પણ ગેરકાયદે ધમધમી રહી હોવાનું બહાર આવ્યું છે ૧૫ દિવસ અગાઉ એલસીબીએ એક કૌભાંડ ઝડપ્યા બાદ આજે એસઓજી સ્ટાફે ગેરકાયદે સિક્યુરિટી પુરી પાડતા નેપાળી શખ્સને ઝડપી લીધો છે.

પ્રાપ્ત વિગતો મુજ  મોરબીના રાજપર ગામે આર્ક લેમી ક્રાફટ નામના કારખાનામાં ગેરકાયદે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવામાં આવતા હોવાની બાતમીને આધારે એસઓજી સ્ટાફે તપાસ કરતા જનકલાલ ભગીરામ થારું ઉ.૪૮ રે નયાબસ્તી, કાલિકા ગ્રામ પંચાયત, જી.બદીયા, નેપાળ વાળા પાસે સિક્યુરિટી એજન્સી ચલાવવા માટે લાયસન્સ ન હોવા છતાં લાયસન્સ વગર કારખાનામાં ગાર્ડ પુરા પડતો હોવાનું બહાર આવતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવેલ છે.

પોલીસની આ સફળ કામગીરી એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા, ફારૂકભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, કો.નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વઘડીયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.