Abtak Media Google News

ઈન્ડસ્ટ્રીઝ સેકટરને પડતી મુશ્કેલી અને વૈશ્વિક માર્કેટ બાબતે વિવિધ માહિતી અપાઇ

ગુજરાત ઈન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ એસોસિએશન અને એસ.એમ.ઈ. ચેમ્બર ઓફ  ઈન્ડિયા દ્વારા યુબીના સહકારથી નવા યુગની આર્થિક  તકોમાટેનો ઉદ્યોગકારો માટે સેમીનાર યોજવામા આવેલ હતો જેમાં ઈન્ડસ્ટ્રીઝ સેકટરના નિષ્ણાંતો ઉદ્યોગકારો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા આ રાઉન્ટેબલ કોન્ફરન્સમાં વિષય નિષ્ણાંતો સંકેત ઠકકર, જીતેન્દ્ર પટેલ, ધવલ વિકમશી તથા સાગર શાહે વિવિધ માહિતી  પ્રેજન્ટેશન સાથે રજૂ કરી હતી. ઉદ્યોગકારો દ્વારા પુછાયેલા વિવિધ પ્રશ્ર્નો અને પડતી મુશ્કેલીૈઓ વિશે વિષદ છણાવટ કરી હતી.

Advertisement

પ્રારંભે સ્વાગત આયોજક ચંદ્રકાંત સાલુ કે કરેલ હતુ, બાદમાં  રેટીંગ ફેમવર્ક સાથે પ્રારંભીક ફંડીગ બાબતે  સંકેત ઠકકર દ્વારા માહિતી આપી હતી. નિષ્ણાંત જીતેન્દ્ર પટેલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે  ઔદ્યોગીક વિકાસની ચેલેન્જ  અને તકો વિશે વાત કરી હતી. તજજ્ઞ ધવલ વિકમશી દ્વારા ટેકનોલોજી ફંડ સાથે  ઈન્ડસ્ટ્રીઝ વિકાસ વિશે ઉદ્યોગકારોને માહિતી આપી હતી.

કોન્ફરન્સના અંતે યુબીના સાગર શાહ દ્વારા અનલોકીંગ ફાયનાન્સ બાબતે માહિતી આપીને ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીના જવાબો સાથે માર્ગદર્શન  પણ આપેલ હતુ.

ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપમેન્ટ એસોસિએશન અને એસ.એમ.ઇ. ચેમ્બર ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું જે સપોર્ટ સર્વિસ માટે છે. અને તેનાથી એસ.એમ.ઇ. સેકટરને ખૂબ મોટો ફાયદો થશે. જેનાથી સપ્લાય ચેન્જ મેનેજમેન્ટ સપોર્ટ વર્કીંગ કેપીટલ તદઉપરાંત બીજા ઘણા બધા લાભ મળશે.

અમારા સેમિનારથી એસ.એમ.ઇ.સેક્ટરને ખૂબ ફાયદો મળવા જઈ રહ્યો છે : ચંદ્રકાન્ત સાલુકે

એસ.એમ.ઇ ચેમ્બર ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચંદ્રકાન્ત સાલુકે જણાવે છે કે,ગુજરાત ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ એસોસિયેશન અને એસ.એમ.ઇ. ચેમ્બર ઓફ ઇન્ડિયા દ્વારા આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો,જે સપોર્ટ સર્વિસ માટે છે.આજે અમારા સેમિનારમાં જે વાતચીત થઈ છે તેનાથી એસ.એમ.ઇ.સેક્ટરને ખૂબ ફાયદો મળવા જઈ રહ્યો છે.જેનાથી સપ્લાય ચેન મેનેજમેન્ટ,સપોર્ટ સિસ્ટમ,વર્કિંગ કેપિટલ અને ઘણા બધા બીજા ફાઈનાન્સિયલ પ્રોડક્ટ ની જાણકારી અમે અહીં આપી છે.જેમ જેમ એસ.એમ.ઇ.ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરને સપોર્ટ મળતો રહેશે તેમ

તેમ અર્થતંત્રનો વિકાસ થતો રહેશે.ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીનો વિસ્તાર કરવા માટે ગુજરાત ઇન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ એસોસિએશન તને એસ.એમ.ઇ.ચેમ્બર ઓફ ઇન્ડિયા વારંવાર આ પ્રકારના આયોજન કરી રહી છે જેનાથી આપણને ફાયદો થવાનો જ છે તેમ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું હતુ.

ઉદ્યોગકારોને યુબીનું માર્ગદર્શન ઘણી મદદ કરી શકે છે: સાગરભાઈ શાહ-(વાઈસ પ્રેસીડેન્ટ યુબી)

અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચીતમાં યુબી ફલોના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ સાગરભાઇ શાહ જણાવે છે કે, અમે એક માર્કેટપ્લેસ છીએ જે લોકલ એડને લાગતી સમસ્યાઓ ને સોલ્વ કરીએ છીએ.અમારા પ્લેટફોર્મ પર નાનામાં નાની કંપનીઓ જે આજે શરૂ થઇ હોય તેનાથી લઈ અને મોટી કંપનીઓ સુધી અમારા પ્લેટફોર્મ સાથે જોડાયેલી છે.

3500 પણ વધારે અમારી પાસે હાલ કસ્ટમર છે જે અમારા પ્લેટફોર્મ પર કામ કરે છે અને 250 થી પણ વધારે લેન્ડર્સ છે.મ્યુચ્યુઅલ ફંડ,એન.બી.એફ.સી. એ બધા અમારા પ્લેટફોર્મ પર આવી અને લેન્ડિંગ કરે છે તે લોકો લોકોને પૈસા આપે છે જેથી કંપનીઓ પોતાને વધારે વિકસાવી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.