Abtak Media Google News

લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાવા  છતા કાર્યવાહી ન કરતા એસ.પી.ને રજૂઆત

લોધિકાના નવી મેંગણી ગામે રહેતા મહિલા એ પોતાની સાથે થયેલા અન્યાય બાબતે ફરિયાદ કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નાં હોય ન્યાય માટે જિલ્લા પોલીસ ને રજૂઆત કરી હતી

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા નાં નવી મેંગણી નાં  મહિલાએ લોધીકા પોલીસ મથકમાં રવિ વજુભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓની સાથે શરીર સંબંધ બાંધવાના ઈરાદાથી લગ્નનું નાટક રચી, કોઈ વિધી વિધાન કે સાત ફેરા ફર્યા વગર માત્ર કાગળ ઉપર  ઈચ્છા વિરૂઘ્ધ લગ્ન કરાવેલ અને બળજબરીથી ઈચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવેલ હતા જેની ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ પોલીસ દ્વારા ઢીલી નીતિ દખવામાં આવતી હોય ઘટના અંગે જિલ્લા પોલીસ ને રજૂઆત કરી ન્યાય અપાવવા ની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.