Abtak Media Google News

ચિફ ઓફિસર ગિરીશ સરૈયા આકરે પાણીએ : બ્રાન્ડેડ કંપનીઓનું લિસ્ટ બનાવી પ્રદુષણ નિયમ અંતર્ગત તમામને નોટિસ ફટકારવા કાર્યવાહી

મોરબી : સમગ્ર રાજ્ય જ નહીં બલ્કે સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવું પગલું મોરબી નગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યું છે, મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ પાણીના પાઉચ, ચા ના કપ અને પ્લાસ્ટિકના ઝબલા બંધ કરાવ્યા બાદ હવે લોકલ, બ્રાન્ડેડ અને આંતરરાષ્ટ્રીય વેફર્સ, બિસ્કિટ સહિતની ચીજવસ્તુ બનાવતી કંપનીઓને નોટિસ ફટકારી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરવા બદલ મોરબીમાં આવી પ્રોડકટ વેચવા પર પ્રતિબંધ ફરમાવવામાં તજવીજ શરૂ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મોરબી શહેરમાંથી પ્લારટીક્નું દુષણ દુર કરવા માટે પાલિકા દ્વારા  તબક્કાવાર આક્રમક પગલા લેવા જઈ રહ્યું છે અગાઉ પાણીનાપાઉય તથા ચા ના પ્લાસ્ટીકના કપ વેચાણ પર પ્રતિબંધ મુક્યા બાદ હવે બ્રાન્ડેડ કંપનીના નમકીન, બિસ્કીટ કે ગુટકા વેચતા પ્લાસ્ટીક રેપર અને મલ્ટી લેયર પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અંગે ૨૭/૦૭/૨૦૧૮ના રોજ મળેલી બેઠકમાં ફિકશન કરવામાં આવેલ છે. છતા પણ બંધ ન કરેતો આગામી ૫ ઓગષ્ટથી આવી તમામ કંપનીઓને  નોટીસ મોકલવાનો નિર્ણય ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ લીધો છે.

ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારનું પ્લાસ્ટિક  પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. મોરબીમાં માત્ર પાણીના પાઉચ કે ચાના કપ, પાન-પાવા પ્લાસ્ટીકનું જ ન્યુસન્સ નથી પણ શહેરમાં બ્રાન્ડેડ, લોકલ તેમજ આંતરરાષ્ટીય કક્ષાની કંપનીઓના નમકીન રૂ.૫ થી લઈને રૂ.૧૦૦ ની કિંમતે વેચાઇ રહ્યાં છે જેનો ઉપયોગ કાર્ય બાદ લોકો તેને ગમે ત્યાં કેફી દેતા હોઈ છે બગીચાઓની કચરા પેટીઓ  મોટે ભાગે આવા પડીકાઓથી ભરાયેલી હોઈ છે.

વધુમાં જયારે પર્યાવરણ બચાવવાની વાત આવતી હોઈ ત્યારે આ કંપનીઓની જવાબદારી પણ બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બ્રાન્ડેડ કંપનીઓને નોટીસ આપી એનો જવાબ માંગવામાં આવનાર છે, કે તેઓ પ્લાસ્ટીક મેનેજમેન્ટ બાબતે કેટલા જાગૃત છે અત્રે ઉલ્લેખનીય છે કે, ચીફ ઓફિસરે આજે વેચાતી તમામ નામી બ્રાન્ડની કંપનીઓનું લિસ્ટ બનાવીને પ્રદુષણ નિયમ ૨૦૧૬ હેઠળ તુરતમાં નોટીસ આપવામાં આવશે હાલ શહેરમાં વેફર સહિતના નમકીન, પાનમસાલા, ગુટકા, તંબાકુ, બિસ્કીટના પ્લાસ્ટિક પેકીંગ બજારમાં વપરાતા હોય છે આથી કંપનીઓને પણ આ ઝુંબેશમાં સહકાર આપવા મ્યુનિતંત્રને અનુરોધ કર્યો છે.

અને લોકોએ પણ ત્યાગ કરવા માટે અનુંરોધ કરવામાં આવે છે. સાથે – સાથે નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનો મારફતે નમકીન બનાવવા માટે સખી મંડળોને તાલીમ આપીને મોરબી શહેરમાં જ તાજા નમકીન માટે કાર્યવાહી કરવામાં આવશે. સાથે પ્લાસ્ટીકની જગ્યાએ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનો દ્વારા કાગળની બેગ બનાવવા માટે તાલીમ આપીને તેમને રોજગારી મળી રહે તે માટે નગરપાલિકા દ્વારા મદદ કરવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક બંધને સહકાર આપીને મોરબી શહેરમાંથી પ્લાસ્ટીકને નાબુદ કરવા માટે બધા જ શહેરીજનાે કટીબધ્ધ બને તેવી અપેક્ષા મોરબી પાલિકા દ્વારા પ્રજાજનો પાસે રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.