Abtak Media Google News

રાજ્ય સરકારે તમામ પ્રકારના રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ અને કેન્દ્ર સરકારની પીએમ-કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર પ્લાન્ટના સ્થાપવાના હેતુ માટે ભાડાપટ્ટે ખાનગી માલિકીની જમીનની કાયદેસરની લીઝ લીધી હોય તેમાં મહત્તમ 30 વર્ષના સમયગાળા માટે હંગામી બીન,SolarProject ,Uncultivated ,Farming ,Gujaratખેતીની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે. જોકે, લીઝ પર જમીન મેળવનારા અરજદાર કે કંપની વગેરે ખેડૂત ખાતેદાર હોવાનો દરજ્જો ધારણ કરી શકશે નહીં તેવી સ્પષ્ટતા પણ સરકારે કરી છે.

જમીનની માગણી મુજબ ક્ષેત્રફળ આધારીત પ્રોસેસ ફી 50 પૈસા પ્રતિ ચો.મી. લેખે ભરપાઇ કરવાના રહેશે જે નોન રિફંડેબલ રહેશે, લીઝનો સમયગાળો પૂર્ણ થાય તો નિયમો મુજબ જમીન મૂળ સ્વરૂપમાં પાછી લાવવાની રહેશે

ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પન્ન કરવા માટે હવે બિનપરંપરાગત સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થવાનો છે. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, વિન્ડ-સોલાર હાઇબ્રીડ આધારીત પ્લાન્ટ અને સોલાર પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં સ્થપાઇ રહ્યા છે. તેવા પ્રોજેક્ટ સ્થાપવા માટે ભાડાપટ્ટે ખાનગી માલિકીની જમીન ધારણ કરનારા અને કાયદેસરની લીઝ લેનારી આવી કંપની કે અરજદારને શરતો આધારીત ઝડપથી બિનખેતી પરવાનગી આપવા માટે જિલ્લા કલેક્ટરને મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. સોલાર પાવર પ્લાન્ટના હેતુ માટે બોનાફાઇડ ઇન્ડસ્ટ્રિયલ પર્પઝ તરીકે માન્યતા મળેલી હોવાથી ખાનગી માલિકીની જમીનનો ઉપયોગ થાય તો તેને ખરેખર ઔદ્યોગિક હેતુ ગણી ડીમ્ડ એનએની પરવાનગી આપવામાં આવે છે. તેની સાથે હવે તમામ  રિન્યૂએબલ એનર્જી માટેના તમામ પ્રોજેક્ટને પણ ડીમ્ડ એનએનો લાભ અપાશે.

મહેસૂલ વિભાગ દ્વારા જણાવાયું છે કે, હંગામી બિનખેતી પરવાનગીની ઓનલાઇન અરજી કરતા સમયે સવાલવાળી જમીનની માગણી મુજબ ક્ષેત્રફળ આધારીત પ્રોસેસ ફી 50 પૈસા પ્રતિ ચો.મી. લેખે ભરપાઇ કરવાના રહેશે જે નોન રિફંડેબલ રહેશે. હંગામી બિનખેતીની પરવાનગીવાળી જમીન સરકારી કે ગૌચર નહીં, પરંતુ ખાનગી માલિકીની હોવાની ખરાઇ કરાશે. જેમાં અધિકારી દ્વારા વસૂલવાપાત્ર રૂપાંતર કર, બિનખેતીના આકાર, લોકલ ફંડ, શિક્ષણ ઉપકર એકસામટા આગોતરા જ વસૂલાશે. રૂપાતંર કર ફક્ત બિનખેતી હેતુ માટે વસૂલવાપાત્ર હોઇ એક વખત વસૂલ કરવાનો રહેશે. તાજેતરમાં જે રીતે જમીન બીનખેતી કરવાના મામલા ચગ્યા છે તે જોતા મહેસૂલ વિભાગ દ્વારા આ મુદ્દે પરિપત્રમાં એ બાબતની સ્પષ્ટતા કરાઇ છે કે લીઝનો સમયગાળો પૂર્ણ થાય તો નિયમો મુજબ જમીન મૂળ સ્વરૂપમાં પાછી લાવવાની રહેશે.

જમીનના મૂળ ધારણકર્તા એટલે કે લીઝ કરી આપનારા કાયદેસરના કબજેદાર મૂળ ખેતી હેતુ માટે જ મૂળ શરતથી ધારણ કરી શકશે. સવાલવાળી જમીનની હંગામી બિનખેતીનો સમયગાળો પૂર્ણ થયા પછી સક્ષમ સત્તાધિકારી દ્વારા નવીન ખેતીનો આકાર નક્કી કરી તેની ખતવણી કરવામાં આવશે. જે નવી શરતની ખેતીની જમીન બનશે. જો કાયમી બિનખેતીમાં ફેરવવાની થાય તો નિયમાનુસાર પ્રીમિયમની વસૂલાતને પાત્ર રહેશે. આવા પ્રોજેક્ટ સંદર્ભે જેની જમીન હંગામી બિનખેતીમાં ફેરવાઇ હોય તેઓ જમીનના કાયદેસરના ખેડૂત ખાતેદાર તરીકેનો દરજ્જો ગુમાવશે નહીં. તો લીઝ પર જમીન મેળવનારા અરજદાર કે કંપની વગેરે ખેડૂત ખાતેદાર હોવાનો દરજ્જો ધારણ કરી શકશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.