Abtak Media Google News

બિનઆયોજિત કોલને લઈને સરકારના કડક વલણ બાદ હવે ટેલિકોમ કંપનીઓએ તેને લઈને નવા નિયમ લાગુ કર્યો છે. તેના કારણે લાખો ગ્રાહકોને OTP જેવા જરૂરી એસએમએસ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે આગામી કેટલાક દિવસો સુધી રહી શકે છે.

Advertisement

આના કારણે કેટલાક ગ્રાહકોને આધાર ઓટીપી,કોવિડ પ્લેટફોર્મ દ્વારા કોવિડ વેક્સિનેશન જેવી આવશ્યક કાર્યો માટે એસએમએસ મેળવવામાં પણ અડચણોનો સામનો કરવો પડી શકે છે.

શું આવી રહી છે અડચણો

એક મીડિયા રિપોર્ટ અનુસાર ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને અનિચ્છનીય (pesky) કોલ અને ફર્જી મેસેજની મુશ્કેલીથી બચાવવા ગ્રાહકોને રજિસ્ટ્રેશન અને માનકીકરણના નવા નિયમો લાગુ કરવા જણાવ્યું છે. રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ રવિવાર રાતથી તેનો અમલ કર્યો છે.

ટ્રાઇનું આ નવા માનક 2019થી અમલીકરણ માટે બાકી હતું. પરંતુ તાજેતરના વર્ષોમાં, ફિશિંગ હુમલા અને અનિચ્છનીય કોમર્શિયલ સંચારના વધતા જતા કેસોને કારણે, હવે તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.

ટૂંક સમયમાં જ કોઈ સમાધાન આવશે

આને કારણે સોમવારથી અનેક ગ્રાહકોને અનેક પ્રકારના તાત્કાલિક સંદેશા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે આ સમસ્યા જલ્દીથી હલ થઈ જશે. ટ્રાઇએ ઓપરેટરોને અનિચ્છનીય કોલ અને સંદેશાઓને અટકાવવા માટે બ્લોકચેન તકનીકનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)એ વર્ષ 2018માં અનિચ્છનીય કોલ અને સ્પેમ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા.

ટેલિમાર્કેટિંગ કંપનીઓ દ્વારા સંદેશા મોકલવા માટે ગ્રાહકોને મંજૂરી આપવાના નવા નિયમોને ધ્યાનમાં રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે. નિયમનકારે ટેલિકોમ ઓપરેટરોને ખાતરી કરવા જણાવ્યું હતું કે વ્યવસાયિક સંદેશા ફક્ત રજિસ્ટર્ડ નંબર દ્વારા છે.

સરકારનું કડક વલણ

સરકાર તાજેતરમાં આ મામલે કડક વલણ દર્શાવ્યું છે. બિનજરૂરિયાત કોમર્શિયલ કોલ અથવા ગ્રાહકોને એસએમએસ મોકલતી કંપનીઓ પર દંડ કરવામાં આવી રહ્યા છે. એવી એપ્લિકેશનો વિકસિત કરવામાં આવશે, જેના દ્વારા ગ્રાહકો ટેલિકોમ કંપનીઓને અનિચ્છનીય કોલ, એસએમએસ અને નાણાકીય છેતરપિંડી અંગે ફરિયાદ કરી શકશે. આર્થિક છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઇન્ટેલિજન્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

તાજેતરમાં ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંત્રી રવિશંકરના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં વાણિજ્યિક કોલની સંખ્યામાં વધારો થવાનું કહેવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડુ નોટ ડિસ્ટર્બ (ડીએનડી)માં ગ્રાહકોની નોંધણી હોવા છતાં, કોમર્શિયલ કોલ અને એસએમએસ એક જ નંબર પરથી આવતા રહે છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આવી કંપનીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની સૂચના આપી અને તેમના પર દંડની જોગવાઈ કરવા જણાવ્યું હતું. સૂચનોમાં કહેવામાં આવ્યું છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારી ટેલિ-માર્કેટિંગ કંપનીઓના કનેક્શન પણ કાપવામાં આવશે. મંત્રાલયના આદેશનું પાલન થાય તે માટે ટેલિકોમ અને ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.