Abtak Media Google News

બે દિવસ એકાસણાં, એક દિવસ આયંબિલ કરાશે: જ્ઞાનવર્ધક સંસ્કાર શિબિર જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ ખાતે યોજાશે

 

અબતક-રાજકોટ

ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પ્રગટપ્રભાવક પૂ. જય-માણેક ગુરુવર્યના શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુની સંયમ શતાબ્દી અવસર એવમ્ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આગમદિવાકર પૂ. ગુરુદેવ જનકમુનિ મ.સા.ની અગીયારમી વાર્ષિક પુણ્યતિથિ તથા શાસ્ત્ર દિવાકર પૂ. મનોહરમુનિ મ.સા.ની સ્મૃતિરૂપે અને અનન્ય

ગુરુભક્ત આયંબિલના પ્રખર હિમાયતી નટવરલાલ હરજીવનદાસ શેઠ વિસાવદરવાળાની દ્વિતીય પુણ્યતિથિના અવસરે સેવા અને સંયમની અજોડ અને બેજોડ ધર્મનગરી રાજકોટમાં બિરાજતા સરળ સમ્રાટ ગાદીપતિ પૂ. ગિરીશમુનિ મ.સા.ના સુશિષ્ય આત્મદિવાકર પૂ.સુશાંતમુનિ મ.સા.ના સુમંગલ સાંનિધ્યમાં એવમ્ સંપ્રદાય સાધ્વી વિરષ્ઠા પૂ. ગુલાબબાઈ મ઼.ના સુશિષ્યા પૂ. વિજયાબાઈ મ઼. અને વિનયપ્રજ્ઞા પૂ.સાધનાબાઈ મ઼., પૂ. જશ-ઝવેર પિરવારના શાસનચંદ્રિકા, પૂ. હીરાબાઈ મ઼. વિશાળ પિરવારધારક પૂ. મુક્ત-લીલમ ગુરૂણીના સુશિષ્યા તપસ્વી પૂ. વનીતાબાઈ મ઼. તપસ્વીની પૂ. રાજેમતીબાઈ મ઼., સાધ્વીરત્ના પૂ. વિનોદિનીબાઈ  મ.પ્રવચન પ્રભાવિકા પૂ. સુનિતાબાઈ મ઼. તથા ડુંગર દરબારના સર્વે પૂ. સંત સતીજીઓની શુભનિશ્રામાં આગમ દિવાકર પૂ. જનકમુનિ મ.સા.નું સાકાર થયેલ સ્વપ્ન જૈન સુસંસ્કાર તીર્થના પાવન અને પુનિત પ્રાંગણે જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સાધના વિગેરેનું ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

ત્રિ-દિવસીય તપ મહોત્સવ અંતર્ગત તા. ર9-30-31 ડિસેમ્બર બુધવાર, ગુરુવાર, શુક્રવાર માગસર વદ 11-1ર-13 ના નવ લાખ જપ સાથે એકાસન જીવદયા તપ આરાધના ઉપલક્ષ તા. ર9 ના પૂ. ઢંઢણમુનિ મ.સા.ના એકાસણુ નવ સામાયિક સાથે, તા. 30 ના પૂ. ગૌતમસ્વામીનું એકાસણું નવ સામયિક સાથે તા. 31ના

આયંબિલ તપ નવ સામાયિક સાથે રાખવામાં આવેલ છે. તપ આરાધનાના ત્રણેય દિવસ સૌ તપસ્વી આરાધકોએ

સવારના 8 વાગ્યા પહેલા જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ મધ્યે આવવાનું છે. ત્યારબાદ 9 થી 10 ભક્તામર સ્તોત્રની પ્રાર્થના, 10 થી 11 પૂ. સંત સતીજીઓના મુખેથી પ્રવચનધારા, 11 થી 1ર જપ આરાધના, બપોરના 1ર થી 1:30 બે દિવસ એકાસણું અને એક દિવસ આયંબિલ અને બપોરના ર:30 થી પ જ્ઞાનવર્ધક સંસ્કાર શિબિરનું આયોજન જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થના પાવન પ્રાંગણે કરવામાં આવશે. આરાધકોએ ત્રણેય દિવસ સાંજે પ્રતિક્રમણ કરીને જવાનું રહેશે. ત્રણેય દિવસ આપેલ પાસમાં હાજરી પુરાવવાની રહેશે. તો રાજકોટના સમસ્ત સ્થાનક્વાસી જૈન સંઘના શ્રાવક ભાઈઓ-બહેનોને વિશાળ સંખ્યામાં જ્ઞાન, ધ્યાન, તપ, સાધનામાં જોડાવવા માટેનુ ભાવભર્યું આમંત્રણ છે.

આ તપભીના ત્રિ-દિવસીય આયોજનમાં વધુમાં વધુ શ્રાવક ભાઈઓ-બહેનો જોડાય તે માટે વર્ધમાન સેવા સંઘ સંચાલીત જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થના આયોજકો તરફથી નમ્ર અનુરોધ છે. તપમાં જોડાવવા ઈચ્છુક તપસ્વીઓએ પોતાનું નામ (1) શેઠ ઉપાશ્રય જૈન સંઘ (ર)  રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ (3) મનહરપ્લોટ સ્થા. જૈન સંઘ શેઠ પૌષધશાળા એ તા. ર7 સોમવાર પહેલા કોઈપણ એક સ્થાનકમાં લખાવી દેવા અને પાસ મેળવી લેવા વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ દફતરી ટ્રસ્ટ્રી રાકેશભાઈ ગોપાણી તેમજ ચંદ્રકાન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, મનોજભાઈ પારેખ, મયુરભાઈ શાહ, કુમારભાઈ શાહએ નમ્ર અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.