Abtak Media Google News

વેચાણ અર્થે દારૂનો સંગ્રહ કરાયો ‘તો: બીજા આરોપીનું નામ ખુલતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

મોરબીના શનાળા રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીમાં ઓરડીની અંદર છુપાવેલા રૂ.૨૦, ૭૦૦ની કિંમતના ૬૯ બોટલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક બુટલેગરને પકડી પાડવામાં આવ્યો છે.જ્યારે બીજા બુટલેગરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ આરઆર સેલે મળેલ બાતમીના આધારે દરોડો પાડી શનાળા રોડ પર આવેલી ગુજરાત હાઉસિંગ સોસાયટીના બ્લોક નં.૪૦ ના પાછળના ભાગે ઓરડીમાં છુપાવવામાં આવેલ રૂ.૨૦, ૭૦૦ની કિંમતનો ૬૯ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસ તપાસમા ધર્મેન્દ્ર રોહિતભાઈ દેવાયતકા ઉ.વ.૨૮ રહે. નાની વાવડી, સમજુબા વિદ્યાલય પાછળ તેમજ ભુપત દેવજીકુમાર વાડિયા બન્નેએ દારૂના વેચાણ કરવાના ઇરાદે ધર્મેન્દ્રની માલિકીની આ ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો.

આરઆર સેલે દરોડા દરમિયાન દારૂના જથ્થા સાથે મોબાઈલ મળીને કુલ રૂ. ૨૨,૨૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી છે. જ્યારે બીજા આરોપી ભૂપતને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.