Abtak Media Google News

15મી વિધાનસભાના અઘ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાઘ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની બિનહરિફ વરણી: હવે જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં સત્ર મળશે

1પમી ગુજરાત વિધાનસભાનું આજે પ્રથમ અને એક દિવસનું વિધાનસભા સત્ર મળ્યું હતું.

જેમાં અલગ અલગ બે બેઠકો મળી હતી. વિધાનસભાના અઘ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરી અને ઉપાઘ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

પ્રથમ વખત વિરોધપક્ષના નેતા વિના સત્ર ઇમ્પેકટ ફીના વટ હુકમને પણ કાયદાનું સ્વરુપ આપી દેવામાં આવ્યું છે. હવે પછીનું સત્ર આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં મળશે જે બજેટ સત્ર હશે જેમાં વર્ષ 2023-24 નું બજેટ રજુ કરવામાં આવશે.

1પમી ગુજરાત વિધાનસભાના પ્રથમ અને એક દિવસના ટુંકા સત્રમાં સૌ પ્રથમ વિધાનસભાના અઘ્યક્ષની ચુંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ગૃહના અઘ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીના નામની દરખાસ્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા રજુ કરવામાં આવી હતી. જેને સર્વાનુ મતે બહાલી આપવામાં આવી હતી. ત્યાર ઉપાઘ્યક્ષની વરણી કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવી હતી. ઉપાઘ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડના નામની દરખાસ્ત નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા મુકવામાં આવી હતી. જેને પણ સર્વાનુમને  બહાલી આપવામ)ં આવી હતી.

ત્યારબાદ વિધાનસભામાં નવનિયુકત તમામ ધારાસભ્યોને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

બપોર બાદ વિધાનસભાના એક દિવસીય સત્રની બીજી બેઠક મળશે. જેમાં અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરતા ઇમ્પેકટ ફીના વટ હુકમને વિધેયક અર્થાત કાયદાનું રૂપ આપવામાં આવશે રાજયમાં ગેરકાયદે ખડકાયેલા લાખો બાંધકામોને નિયમિત કરવા માટે રાજય સરકાર વિધાનસભાની ચુંટણી પહેલા ગત ઓકટોબર માસમાં ઇમ્પેકટ ફીનો વટહુકમ લાવી હતી. વટહુકમનો સમય અવધી 6 મહિનાની હોય છે.

આવામાં ઇમ્પેકટ ફી સુધારણા વિધેયક પ્રસાર કરી તેને કાયદાનું સ્વરુપ આપી દેવામાં આવશે. સત્રનો અંતિમ કાર્ય સુચીમાં રાજયપાલના સંબોધનનો આભાર માનતો પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.

આજે 1પમી વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. દરમિયાન હવે આગામી જાન્યુઆરી-ફબે્રુઆરી માસમાં બજેટ સત્ર મળશે જેમાં વર્ષ 2023-2024નું બજેટ રજુ કરવામાં આવશે. ગૃહમાં પ્રથમવાર સત્તાધારી પક્ષ ભાજપ પાસે 1પ9 સભ્યોની તોતીંગ બહુમતિ છે.સામાન્ય રીતે વિધાનસભાના પ્રથમ સત્રમાં જ વિરોધ પક્ષના નેતાની વરણી કરી દેવામાં આવતી હોય છે. ગુજરાતમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો જ મળી છે છતાં વિરોધપક્ષના નેતાનું નામ કોંગ્રેસ ફાઇનલ કરી શકી નથી.

આ અંગે નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા હાઇકમાન્ડને આપી દેવામાં આવી છે. ગમે ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતાના નામની ધોષણા કરી દેવામાં આવશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા

1પમી ગુજરાત વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની સર્વાનૂમતે વરણી કરવામાં આવી છે.
વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષ તરીકે વરણી માટે શંકરભાઇ ચૌધરીના નામના રજૂ કરેલા પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સમર્થન આપ્યું હતું. સમગ્ર વિધાનગૃહે આ પ્રસ્તાવને ટેકો આપતાં 1પમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરભાઇ ચૌધરીની વરણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વરાયેલા અધ્યક્ષ ચૌધરીને અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે લોકશાહીના આ મંદિરમાં ઉજ્જવળ પરંપરાઓને જાળવી રાખવા તેમજ પૂર્વ અધ્યક્ષશ્રીઓએ કરેલા નિર્ણયોને જીવંત રાખી સભાગૃહના સૌ સભ્યોના સહિયારા પ્રયાસમાં નવનિયુકત અધ્યક્ષનું માર્ગદર્શન સતત મળતું રહેશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

ગૃહના નેતા અને મુખ્યમંત્રી નવનિયુકત અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ બનાસડેરી સહિત બહુવિધ સહકારી ક્ષેત્ર તેમજ ગરીબ, વંચિત, લોકોના આવાસ, આરોગ્ય, શિક્ષણ, આજીવીકા માટે આપેલા મહત્વપૂર્ણ પ્રદાનની પ્રસંશા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શંકરભાઇ ચૌધરીની અધ્યક્ષ તરીકેની કામગીરીથી 1પમી ગુજરાત વિધાનસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ સંસદીય પ્રણાલિકાઓના સંવર્ધન માટેનો સુવર્ણકાળ બની રહેશે, તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રી આ તકે 1પમી વિધાનસભાના સૌ નવનિર્વાચીત સભ્યોને પણ આવકારીને અભિનંદન પાઠવ્યા હતા.

ત્રણ અપક્ષ ધારાસભ્યોને ભાજપને ટેકો

બાયડ, ધનેરા અને વાઘોડીયાના ધારાસભ્યએ રાજયપાલને  મળી ભાજપને સમર્થન આપવાનું લેખીતમાં આપ્યું

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપ 156 બેઠકો જીતી સત્તારૂઢ થયું છે. બહુમતિ કરતા ભાજપ પાસે 64 બેઠકો વધુ છે આવામાં પક્ષે કોઇપણ પક્ષ કે  અપક્ષ ધારાસભ્યોના ટેકાની આવશ્યકતા નથી. છતાં આજે એક દિવસ માટે મળનારા 1પમી વિધાનસભાના સત્ર પૂર્વ ત્રણેય અપક્ષ ધારાસભ્યોએ સત્તાધારી પક્ષ ભાજપને સમર્થન આપવાનું જાહેર કર્યુ છે.

વિધાનસભા સત્રના આરંભ પૂર્વ આજે સવારે 9 કલાકે બાયડ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરા વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય માવજીભાઇ દેસાઇ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. અને તેઓએ સત્તાધારી પક્ષ ભાજપને ટેકો આપવાનું લેખીતમાં આપી દીધું છે. હવે ગૃહમાં ભાજપને 159 સભ્યોનું ઐતિહાસિક બહુમત પ્રાપ્ત થયું છે. આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજા વિરોધ પક્ષ કોંગ્રેસ સાથે બેસશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.