Abtak Media Google News

ડુંગળી ખેડુતોને રડાવી રહી છે?

ડુંગળીના ભાવો તળીયે પહોંચતા ખેડુતોએ પ્રતિકિલો  રૂ ૨૦ થી સરકાર ડુંગળી ખરીદે તેવી કરી માંગ

ડુંગળીના આસમાને પહોચેલા ભાવોએ એક સમયે દેશની અનેક સરકારોને ગબડાવી હતી. ત્યારે હવે ડુંગળીના તળીયે ગયેલા ભાવો ખેડુતોને રડાવી રહ્યા છે. ડુંગળીના વધેલા ભાવોનો લાભ ખેડુતોને મળવાના બદલે સંગ્રહખોરોએ ઉઠાવ્યો હતો. પરંતુ ડુંગળીના ધટેલા ભાવોની સીધી અસર ખેડુતોને થતી હોય ખેડુતો દયનીય હાલતમાં મુકાય જવા પામ્યા છે. દેશમાં ડુંગળીના મુખ્ય ઉત્પાદક ગણાતા નાસિક જીલ્લાના લાસલગાવ માર્કેટ યાર્ડમાં ગઇકાલે ડુંગળીનો કિલોનો ભાવ ૧ રૂ એ પહોંચી જવા પામતા ખેડુત વર્ગમાં દેકારો મચી જવા પામ્યો હતો.

Advertisement

નાસિક જીલ્લામાં માર્ચ અને એપ્રિલ માસમાં થતો ડુંગળીનો ઉનાળુ પાક. છ માસ સુધી માર્કેટમાં આવતો રહે છે. ગઇકાલે આ પાકનો છેલ્લો જથ્થો માર્કેટમાં આવ્યો હતો. હરાજીમાં ખેડુતોને હોલસેલમાં પ્રતિ કિલો ૧ રૂ નો ભાવ મળ્યો હતો. આ પહેલા ૨૦૧૭માં ૧૭ જુલાઇએ પણ ડુંગળીના હોલસેલ ભાવ ૧ રૂ કિલોએ પહોચ્યા હતા. જયારે ૨૦૧૬માં ડુંગળીના હોલસેલ ભાવોમાં પ્રતિકીલો પાંચ પૈસાનો ઘટાડો થયો હતો.

ચાલુ વર્ષે ખેડુતોએ ડુંગળીના સારા ભાવો મળવાની અપેક્ષામાં તેનો સ્ટોક કરી રાખ્યો હતો. પરંતુ ડુંગળીની ઓછી માંગને લઇ ડુંગળીના ભાવોમાં સતત ઘટાડો થતો રહ્યો હતો. ઘટેલા ભાવો છતાં ડુંગળીનો નવા ખરીફ પાક બજારમાં આવી ગયો છે.

ગઇકાલે નવી  ખરીફ ડુંગળીના હોલસેલ ભાવો બે રૂ થી પાંચ રૂ વચ્ચે રહેવા પામ્યા હતા. બે માસ પહેલા ઓકટોમ્બર ૨૦૧૭માં ડુંગળીના હોલસેલ ભાવો ૨૧.૫૧ રૂ પ્રતિ કિલો હતો. જે ગઇકાલે ઘટીને ર રૂ.એ પહોંચી જતા ભાવોમાં ૯૧ ટકાનો જબરજસ્તી ઘટાડો નોંધાયો હતો.

ડુંગળીના ઘટેલા ભાવોને કારણે ખેડુતોને તેમના પાકને માર્કેટ યાર્ડમાં લઇ જવાનો વાહનોનો ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. આ ડુંગળીને ઓછા તાપમાને સંગ્રહ કરવાનો ખર્ચ પણ ખેડુતોને માથે પડયો છે. ડુંગળીના ઝગડેલા ભાવોની વ્યથિક ખેડુતોએ તેમને ડુંગળીના વાવેતર પાછળ કરેલા ખર્ચ ઉપરાંત થોડો નફો મળે તે માટે સરકારે ટેકાના ભાવો જાહેર કરીને ર૦ રૂ પ્રતિ કીલોના પોષણક્ષમ ભાવે ડુંગળી ખરીદવી જોઇએ. તેવી માંગ કરી હતી. આ અંગે માર્કેટ યાર્ડના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે સારા ભાવની રાહ ખેડુતોએ છ માસ સુધી તેની ઉનાળુ ડુંગળીનો સંગ્રહ કર્યો હતો. હવે નવી ખરીફ ડુંગળીનો પાક માર્કેટમાં આવી ગયો હોય જેનુ ડુંગળીમાં લેવાલી ન હોય ભાવો ઘટી
ગયા છે.

નાસિક જીલ્લાના લાસનર્ગાવ માર્કેટ યાર્ડમાં ગઇકાલે ૧ર હજાર કિવન્ટલ ડુંગળીની આવક થઇ હતી જેના તળીયાના ભાવે ૧ રૂ પ્રતિ કિલો અને ઉંચા ભાવે ૩.૯૧ રૂ પ્રતિ કિલો વચ્ચે રહ્યા હતા. જયારે ડુંગળીના હોલસેલ એવરેજ ભાવો ર રૂ પ્રતિકિલો રહેવા પામ્યા હતા. નાસિકમાં ડુંગળીના ગગડેલા ભાવોની અસર ટુંકસમયમાં સમગ્ર દેશમાં થાય તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.