Abtak Media Google News

રાજયમાં કોરોના સંક્રમણ વચ્ચે પ્રથમ વખત રૂડાએ લીધો નિર્ણય

સાતેય દિવસ ર૪ કલાક ફોર્મ ભરવાની સગવડ

રાજયમાં કોરોના સંક્રમણને ઘ્યાને લઇ રૂડાને પ્રથમ વખત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા શરૂ કરી છે. ર૪ કલાક અપાતી આ સુવિધામા ૨૩૪૨ ફોર્મમાંથી ૧૪૩ ફોર્મ ઓનલાઇન ભરાયા છે.

કોઇપણ વ્યક્તીનું પોતાના પરિવારની સુખાકારી માટેનું એક માત્ર સ્વપ્ન પોતિકું ઘરનું ઘર હોય છે. રાજયના દરેક ઘરવિહોણા આર્થિક નબળા અને મધ્યમ વર્ગના લોકોનું આ પાકું અને સુવિધાસભર પોતિકા ઘરનું સ્વપ્ન ફળિભુત થાય તેમજ સમાજના આર્થિક નબળા અને મધ્યમવર્ગની પણ સામાજિક ઉન્નતિ થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં દરેક ઘરવિહેાણા કુટુંબને ઘરનું ઘર મળે તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પને સાકાર કરવા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પણ અનેક આવાસ યોજના સાકાર કરી અનેક કટુંબોને પાકા આવાસોની મહેચ્છા પરિપૂર્ણ કરી છે. હજુ પણ આવાસ યોજનાઓ અન્વયે અનેક આવાસોનું નિમાર્ણ કાર્ય ચાલુ છે.

લોકોને EWS-1, EWS-2, LIG અને MIG કેટેગરીના આવાસ યોજનાના ફાર્મ લવા, ભરેલા ફોર્મને જમા કરાવવા તથા ત્યારબાદ આ યોજના અન્વયે ડીપોઝીટની રકમ જમા કરાવવા માટે પહેલા બેંકોમાં લાઇનમાં ઉભા રહેવું પડતું હતું.

પરંતું કોવીડ-૧૯ના સંક્રમણના કપરા સમયને ધ્યાને લઇને રૂડા દ્વારા લોકસુરક્ષાલક્ષી અભિનવ કાર્ય હાથ ધરાયું હતું. જે અન્વયે લોકોને આવાસ યોજનાના ફાર્મ ભરવાથી લઇને ડિપોઝીટની રકમ ભરવા માટે અધિકૃત બેંકો ખાતે લાઇનમાં ઉભા રહેવું ન પડે તે માટે રૂડા કચેરી દ્વારા વેબસાઇટ www.rajkotuda.com અથવા www.rajkotuda.co.in ઓનલાઇન ફોર્મ ભરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. આ વેબસાઇટ ૨૪ બાઇ ૭ ખુલ્લી રખાઇ હતી. આ વેબસાઇટ પર જઇને જરૂરી વિગતો તથા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ આવકનો દાખલો, પાનકાર્ડ વગેરે સાધનીક કાગળોને મોબોઇલ દ્વારા સ્કેન કરી અપલેાડ સહિત અરજદારે ભરવાની થતી કેટેગરી વાઇઝ ડીપોઝીટની રકમ પણ ઓનલાઇન બેંકીંગ, ક્રેડીટ  કાર્ડ તથા ડેબીટ કાર્ડ દ્વારા જમા કરાવવામાંઆવી હતી. જે માટે કોઇપણ પ્રકારના ચાર્જ/પ્રોસેસ ફી ન હતી. તે ઉપરાંત ફોર્મ ફી રૂા.૧૦૦માંથી પણ મુક્તિ અપાયેલ હતી. આમ આવાસ યોજનામાં અરજી કરવાની સપૂર્ણ કાર્યવાહી ઓનલાઇન કરાઇ હતી.

આ ઉપરાંત રૂડાના કારોબારી ચેતન ગણાત્રા દ્વારા અરજદારોની વિવિધ સમસ્યા અને મુંઝવણોની જાણકારી મેળવી આ તમામ બાબતો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુ વિસ્તૃત સમજ પણ આ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવાઇ હતી.

આ અંગે વધુ વિગતો આપતાં ગણાત્રાએ જણાવ્યું હતું કે આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાની આ સુવિધા શરૂ કરાયા બાદ આવાસ યોજનાના EWS  ના ભરાયેલ કુલ ૨૮૫ ફોર્મ પૈકી ૧૫ ફોર્મ, EWS-૨ કેટેગરીના કુલ ભરાયેલ ૧૨૨૬ ફોર્મ પૈકી ૬૯ ફોર્મ, LIG કેટેગરીના કુલ ભરાયેલ ૭૬૧ ફોર્મ પૈકી ૫૧ ફોર્મ અને MIG કેટેગરીના કુલ ભરાયેલ ૭૦ ફોર્મ પૈકી ૮ ફોર્મ ઓનલાઇન ભરાયા હતા. આમ આવાસ યોજનામાં અરજી કરનાર કુલ ૨૩૪૨ પૈકી ૧૪૩ અરજદારોએ ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધાનો લાભ મેળવ્યો હતો. જે આ યોજનાના સકારાત્મક આવકારના પુરાવા સમાન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.