Abtak Media Google News

ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિતે

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે પીપલ ફાઉન્ડેશનના સભ્યો

ભારત રત્ન, વિશ્ર્વરત્ન, મહામાનવ  એવા ડો. ભીમરાવ રામજી આંબેડકર (બાબા સાહેબ)ના 132માં જન્મદિવસ નિમિતે રાજકોટ સીવીલ હોસ્પિટલ ચોક ખાતે સવારે 9 થી 2 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા અજીત પરમારએ જણાવ્યુંં હતુ કે, પીપલ્સ ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટી કાર્યકર્તા, પદાધિકારી સ્વયંમ સેવકો ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં હાલ ગુજરાતમાં જેટલા માનવ રકત લોહીની દર્દીઓને જરૂર છે.તેના ફકત 1% લોહીની જ આપૂર્તિ થઈરહી છે. તો આ બાબતને ધ્યાનમાં લઈ અમારા માર્ગદર્શન સી.ક્ે. રાઠોડ, યોગી સોલંકી, દર્શના વોરા, જલ્પેશ વાઘેલા, હંસા ચાવડા, નિશાંત ભોજાણી, યુવા બીજનેશ મેનના સહયોગથી આ કેમ્પનું આયોજન થયેલ છે. તો આ કેમ્પમાં વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરી માનવ જીવન બચાવવાનું અતિ મહત્વનું પૂણ્ય કાર્ય કરવા જાહેર જનતાને અપીલ છે. અબતકની શુભેચ્છા મુલાકાતે અજીત પરમાર, નિષાંત ભોજાણી,  હાર્દિક  રાઠોડ, હેમંત પારધી, સરોજબેન રાઠોડ, અંકતે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.