Abtak Media Google News

ધોરાજીમાં ૪ વર્ષ થયા સેવાની ધુણી ધખાવનાર યા મૌલા અલી મદદગ્રુપ દ્વારા ગઈરાત્રે બહારપૂરા બાવાગોરના મેદાન ખાતે ઓરી રૂબેલા નાબુદી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજ અગ્રણીઓ, ડોકટરો, વકીલો તેમજ વિવિધ સમાજના આગેવાનો અને વિશાળ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાજકોટ મેડીકલ કોલેજનાં પ્રોફેસર ડો. ઉમેદ પટેલએ નાના પડદા ઉપર સચિત્ર દ્રશ્યો દર્શાવીને ઓરી રૂબેલા વિષે સચોટ માર્ગદર્શન આપીને ૯ માસથી ૧૫ વર્ષનાં તમામ ળકોને રસીનો લાભ લેવા જણાવ્યુંહતુ મામલતદાર મહેન્દ્ર હુબડાએ જણાવેલ કે દેશના પ્રજાજનો તંદુરસ્ત રહે તે માટે સરકાર હંમેશા ચિંતીત છે અબજો રૂપીયા આરોગ્યલી કાર્યક્રમમાં ખરચી રહી છે. આ ઓરી રૂબેલા રસીકરણ એ કોઈ એક શહેરનો કાર્યક્રમ નથી પણ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે. આ તકે સંસ્થા દ્વારા, વિવિધ સમાજના આગેવાનોને મફત તબીબ સહાય માહિતી પુસ્તીકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ કાર્યક્રમમાં સમાજ શ્રેષ્ટીઓ ઈબ્રાહીમભાઈ કુરેશી, અમીનભાઈ નવીવાલા, અફરોજ લકકડકુટા, બાસીત પાનવાલા, ડો. જાવીયા, ડો. એહસાન પટેલ ડો. કલ્પેશ ભાલોડીયા, પીજીવીસીએલનાં રાદડીયા, વિનોદ પરમાર, રફીક બાપુ સૈયદ, જબ્બારનાલબંધ, કાસમ ગરાણા, સલીમ પાનવાલા, ડો. ચામડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.