Abtak Media Google News

રકતદાન કરવા ઈચ્છુક રકતદાતાઓએ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવવું

પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ તથા જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટના સંયુકત ઉપક્રમે કાલે મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

પ્રવર્તમાન કોરોનાની મહામારીના આ વિકટ સમયમાં હોસ્પિટલમાં લોહીની ખૂબજ અછત સર્જાઈ છે. ખાસ કરીને લોહી જેની જીંદગી માટે અત્યંત જરૂરી છે. તેવા થેલેસેમીયા પીડીત બાળકો તથા અતિ ગંભીર પરિસ્થિતિવાળા ગરીબ દર્દીઓનાં લાભાર્થે ઉપરોકત બંને સંસ્થા દ્વારા કાલે સવારે ૯ થી બપોરે ૪ દરમિયાન શ્રી હરિ બિલ્ડીંગ ૨/૧૦ દિવાનપરા કોર્નર, આશાપૂરા કોમ્પલેક્ષ સામે, સોનીબજાર પાસે એક મહારકતદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ રકતદાન કેમ્પમાં કોઈપણ ૧૮ થી ૨૦ વર્ષનાં તંદુરસ્ત વ્યકિત વજન ૫૦કિલોથી ઉપર, તથથા બી.પી. ડાયાબીટીઝના હોય તેવા રકતદાન કરી શકાશે. રકતદાન કરવા માંગતા સભ્યએ ૯૮૭૯૩ ૩૧૬૬૦ નયનભાઈ રાણપરા, ૯૩૩૭૭ ૪૬૧૫૬, રાજેશભાઈ પાટડીયા ૯૮૭૮૪ ૦૦૦૦૧, ઉદયભાઈ ભગદેવ ૯૪૨૯૨ ૪૫૪૪૫ મનોજભાઈ રાધનપરા ૯૩૭૫૯ ૭૭૬૩૧ પરેશભાઈ પાટડિયાના નંબર ઉપર અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દેવું જેથી વ્યવસ્થા જળવાય રહે દરેક રકતદાતા માટે ચા, કોફી, બિસ્કીટની વ્યવસ્થા છે.

રકતદાન કેમ્પમાં ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનેટાઈઝ તથશ પ્રોપર ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરવામાં આવશે. તથા દરેક રકતદાતાને મજબુત અને ટકાઉ ટ્રાવેલબેગ સ્મૃતિભેટ તરીકે ગીફટ આપવામા આવશે.

બંને સંસ્થાના આયોજકો, હિતેશભાઈ ચોકસી, દિવ્યેશભાઈ પાટડીયા તથા મયૂરભાઈ આડેશરાએ જણાવ્યું છે કે, રકતદાન સૌથી મોટુ મહાદાન છે. માનવ રકતનો કોઈ વિકલ્પ નથી. સ્વૈચ્છિક રકતદાનએ આપણી સૌથી નૈતિક ફરજ છે. તો આ ઉમદા સેવા કાર્યમાં જોડાઈ, વધુમાં વધુ રકતદાન કરવાની જાહેર અપિલ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.