Abtak Media Google News

ચીલ ઝડપ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ભૂજ જેલ હવાલે કરાયા

રાજયમાં ગુનાખોરી ડામી શાંત અને સલામત બની રહે તે માટે પાસાના કાયદામાં સુધારો કરી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ કડક જોગવાય લાગુ કરવાનો કેબીનેટમાં વટ હુકમ સાથે દરખાસ્ત લાવ્યાની ગણતરીની કલાકોમાં જ શહેર પોલીસ દ્વારા કુટણખાના, મારામારી અને ચીલ ઝડપના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોની પાસા હેઠળ અટકાયત કરી ત્રણને ભુજ અને એકને પોરબંદર જેલ હવાલે કર્યા છે.

યુનિર્વસિટી રોડ પર આવેલા રોયલ પાર્કમાં રહેતા સંદિપ મહાસુખભાઇ કામદાર અને સાધુવાસવાણી રોડ પર આવેલા ત્રિલોક પાર્ક આરએમસી કવાર્ટરમાં રહેતા પ્રકાશ ઉર્ફે જોની જંયતીલાલ જીવરાજાની સામે કુટણખાનું ચલાવી રૂપલલના પાસે લોહીનો વેપાર કરવવાના અંગેના બે ગુના નોંધાતા બંનેની પાસા હેઠળ અટકાયત કરવા પીસીબી પી.આઇ. એન.કે.જાડેજાએ દસ્તાસ્ત તૈયાર કરી હતી. જ્યારે રૈયા રોડ હનુમાનમઢી પાસે હિરામનનગરમાં રહેતા કાસમ આરિફ કાલાવડીયા મારામારી અને બળજબરી પૈસા પડાવવા અંગેના ગુનામાં ઝડપાયો હતો જ્યારે સદરબજારના હરીહર ચોકના સમીર કાસમ બ્લોચ સામે ચીપ ઝડપના ગુનામાં ઝડપાતા તેની પણ પાસામાં અટકાયત કરવા દરખાસ્ત તૈયાર કરાઇ હતી.ચારેય શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇસ્યુ કરતા ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી અને પી.એસ.આઇ. એસ.વી.સાખરા સહિતના સ્ટાફે ચારેયના પાસાના વોરન્ટની બજવણી કરી સંદિપ કામદારને પોરબંદર, પ્રકાશ ઉર્ફે જોની, કાસમ કાલાવડીયા અને સમીર કાસમ બ્લોચને ભુજ જેલ હવાલે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.