Abtak Media Google News

મેળામાં રાજકોટ પંથકમાંથી પણ ભકતોનો પ્રવાહ જૂનાગઢ તરફ મોટી સંખ્યામાં જઇ રહ્યો છે

શિવરાત્રીના મેળાને લઇને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી મેળો કરવા આવતા મુસાફરો માટે તંત્રમાં એકસ્ટ્રા બસની સુવિધા કરાઇ છે. જેથી કરીને શિવરાત્રીનો મેળો કરવા આવતા ભક્તોને મુસાફરીમાં મુશ્કેલી ન વેઠવી પડે ત્યારે હવે શિવરાત્રીના મેળાને એસટી વિભાગ દ્વારા 200થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, જુનાગઢ ખાતે ગરવા ગીરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થઇ ચુકયો છે.

શિવરાત્રીના મેળામાં રાજકોટ પંથકમાંથી પણ ભકતોનો પ્રવાહ જુનાગઢ તરફ મોટી સંખ્યામાં જઇ રહ્યો છે. ભજન, ભોજન અને ભકિતના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

રાજકોટ એસટી ડેપો ખાતે પણ લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હોવાની તસવીરો સામે આવી છે.

રાજકોટ ડેપો ખાતેથી 100થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. તે ઉપરાંત ગ્રુપ બુકિંગ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના લોકોએ વધારે બુકિંગ કરાવ્યું છે.

ગત વર્ષે એસટી વિભાગે શિવરાત્રીના મેળામાં 4461 ટ્રીપો કરી 306191 કિમી દોડાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.