Abtak Media Google News

માર્ચથી ઓગસ્ટ સુધી માનસિક સમસ્યાઓ વધુ જોવા મળે છે જ્યારે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધી નહિવત હોય છે.વાતાવરણ ની સીધી અસર આપણા મન પર થતી હોય છે. ગરમ આબોહવા માનસિક રીતે ઉન્માદ વાળા અને ખિન્ન બનાવે છે. ઓગસ્ટ થી લઈને ફેબ્રુઆરી સુધીમાં વિવિધ તહેવારો ના ઉત્સવને કારણે પણ માનસિક સ્થિતિ સારી રહેતી હોય છે.છેલ્લા 4 વર્ષના મનોવૈજ્ઞાનિક સલાહના આંકડાઓને આધારે મનોવિજ્ઞાન ભવનનું તારણ. જો વ્યક્તિ વધુ પડતા ખુશ થાય છે અને અને ઓછી ઉંઘ લેતા હોય તો તેઓ મેનિયાથી ઘેરાયેલ હોય એવું બની શકે. ખાસ કરીને આ પ્રકારનો ફેરફાર એ ઉનાળા ના સમયે વધુ જોવા મળે છે જે મનોવિજ્ઞાન ભવનમાં આવતા કાઉન્સેલિંગ ના કેસ પરથી કહી શકીએ.

માર્ચથી ઓગસ્ટ સુધી માનસિક સમસ્યાઓ વધુ જોવા મળે છે, છેલ્લા ચાર વર્ષના મનોવિજ્ઞાન સલાહના આંકડાઓને લઇને મનોવિજ્ઞાન ભવનનું તારણ

માર્ચ થી ઓગસ્ટ સુધીમાં આ પ્રકારના દર્દીઓ વધુ જોવા મળ્યા. કારણ ગરમી વધવાની સાથે હોર્મોન્સમાં થતો ફેરફાર છે. આ રોગ માર્ચથી ઓગષ્ટ સુધી ખીલે છે. ખાસ કરીને, આ રોગ 20 વર્ષ અને તેથી વધુ ઉંમરના યુવાનોને અસર કરે છે. કારણ એ છે કે માર્ચથી ઓગસ્ટ સુધી ઉનાળાની ઋતુમાં અને ગરમીના પ્રમાણમાં મગજની અંદર સેરોટોનિન નામનો હોર્મોન ઝડપથી વધવા લાગે છે, જ્યારે અન્ય હોર્મોન્સ ઘટવા લાગે છે. પરિણામે, દર્દીને શરીરની અંદર જરૂરિયાત કરતાં વધુ શક્તિનો અનુભવ થવા લાગે છે, જેના કારણે દર્દીના મનમાં હંમેશા મુસાફરી કરવાની કે હરવા ફરવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે જ સમયે, દર્દી વધુ પડતો ખુશ રહેવા લાગે છે અને બીજાને ખુશ કરવા માટે વિવિધ માર્ગો શોધતો રહે છે. આટલું જ નહીં, ઘેલછાથી પીડિત દર્દીની વાત ન માની લેવામાં આવે તો તે બીજા સાથે ઝઘડો કરવાથી પણ બચતો નથી. એટલું જ નહીં, દર્દી ઘરેથી ભાગી પણ જાય છે. તે જ સમયે, તે જરૂરી કરતાં વધુ શક્તિશાળી અનુભવવા લાગે છે.

મેનિયાના લક્ષણો દર્દી અતિશય ખુશ થઈ જાય છે

વધુ ભૂખ લાગે છે. પ્રવાસમાં કે હરવા ફરવામાં વધુ રસ પડે છે. મનમાં વિચારો ઝડપથી વધતા રહે છે. વ્યક્તિ ખૂબ વાચાળ બની જાય છે અને તેના મનમાં ઘણા બધા વિચારોના વમળો ઉભા થાય છે. સન્માન અને આત્મસન્માનની અતિશય ભાવના  પીડિત દર્દી બીજાને ખુશ રાખવા પૈસા ખર્ચ કરવા લાગે છે. જો દર્દીની કોઈ વાત પરિવારના સભ્યો સાંભળતા નથી, તો તે ઝઘડો કરવા લાગે છે.  મગજમાં ખૂબ જ ટેન્શન હોય તો વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે જો ઘેલછાને સમયસર ઓળખવામાં ન આવે તો મગજ ધીમે ધીમે શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. મુસાફરી કરવાની ઇચ્છાને કારણે તે વારંવાર ઘરેથી ભાગતો રહે છે, જેના કારણે દર્દીના પગમાં ફોલ્લા પણ થઈ જાય છે. માર્ચથી ઓગસ્ટ સુધીમાં મેનિયાથી પીડિત આશરે 80 થી 90 દર્દીઓ સારવાર માટે ભવનમાં આવે છે. દર મહિને 10 થી 15 દર્દીઓ સલાહ લેવા માટે આવે છે. જેમની મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો દ્વારા કાઉન્સેલિંગ કરી મદદ કરવામાં આવે છે. દર્દીઓમાં યુવાનોની સંખ્યા વધુ છે. કારણ કે ઉનાળાની ઋતુમાં યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નથી હોતા, જેના કારણે તેમને મેનિયા થવાનું જોખમ વધુ રહે છે.

મેનિયાથી પોતાને જાતને કેવી રીતે બચાવવી

યુવાનોના વર્તન પર નજર રાખો. જો શંકા હોય, તો મનોચિકિત્સકનો સંપર્ક કરો. સંતુલિત અને પૌષ્ટિક ખોરાક જ ખાઓ. સવારે ઉઠ્યા પછી ચાલવાનું અને કસરત કરવાનું ભૂલશો નહીં. બાળકને દર મહિને મનોચિકિત્સક પાસેથી કાઉન્સેલિંગ કરાવતા રહો. ઉનાળાની ઋતુમાં ઘેલછાનો રોગ યુવાનોને ઘેરી લે છે. ગભરાવાની જરૂર નથી. યોગ્ય થેરાપી અને સલાહ દ્વારા તેને ઘટાડી શકાય જો વધુ પડતી તીવ્ર અસર દેખાય તો દવા તરફ આગળ વધવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.