Abtak Media Google News

વલ્ફેર ફંડની રિન્યુઅલ ફી મોડી ભરનાર ધારાશાસ્ત્રી દંડની રકમમાંથી મુકત

કોરોના મહામારીમાં લાંબા લોકડાઉનમાં ધારાશાસ્ત્રીઓ વકીલાતના વ્યવસાયી વંચિત રહેતા આર્થિક સંકડામણ વધતા ધારાશાસ્ત્રીની ગરિમા જળવાઈ તેવા કોઈપણ નોકરી-ધંધો કરી શકશે તેમ બાર કાઉન્સીલે જણાવ્યું છે.

બાર કાઉન્સિલ ચીફ ગુજરાતના ચેરમેન સી.કે.પટેલ. વાઇસ-ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાલા. એકઝીકયુટીવ કમિટિના ચેરમેન રમેશચંદ્ર એન. પટેલ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે. પટેલ તથા સભ્ય અનિલ કેલ્લા એક સંયુકત અખબારીયાદીમા જણાવે છે કે બાર કાઉન્સિલ  ઓફ ગુજરાતની મળેલ  અસાધારણ સભા મળી હતી,  છેલ્લા ત્રણેક માસી કોરોના ને કારણે લાંબા લોકડાઉન દરમિયાન ૭૫ હજાર ધારાશાસ્ત્રીઓ પૈકી સંખ્યાબંધ  ધારાશાસ્ત્રીઓ વકીલાતના વ્યવસાયી વંચિત ઇ ગયા છે,ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવા સો ઘણા પરિવારની જવાબદારી નિભાવવા પણ અસર્મ યા છે,તેવા સંજોગોમાં આજે મળેલ મિટિંગમા એવું સર્વાનુમતે નક્કી કરાયું હતું કે બાર કાઉન્સિલના રોલ પર નોંધાયેલ કોઈપણ જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રી આગામી ૩૧મી ડિસેમ્બર સુધી પોતાની આર્થિક ઉપજ માટે વકીલાતના વ્યવસાયની ગરિમા જળવાઈ તેવા કોઈપણ નોકરી-ધંધા કે વ્યવસાય મારી શકશે અને તેવા ધારાશાસ્ત્રીઓને  એડવોકેટ એક્ટની કલમ ૩૫ માંથી મુક્તિ આપવા નિર્ણંય કરાયો છે આજની મિટિંગમાં એવો પણ નિર્ણંય કરાયો હતો કે ૧-૯-૨૦૧૯ી આજ સુધીના  સમયની ભરવાની તી વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી મોડી ભરનાર પાસેી ૨૫૦ દંડની રકમની જોગવાઈમાંી પણ મુક્તિ આપવામાં આવી છે.

ધારાશાસ્ત્રી કોર્ટ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે કે ચુંટાયેલા પ્રતિનિધિઓ માટે કોઇ અભદ્ર ભાષા વાપરે અને તેને વોટસઅપ કે સોશીયલ મીડિયામાં મોકલેલ હોય તેઓના વિરૂધ્ધ પ્રોફેશનલ એથીકસના પગલા ભરવામાં આવશે અને ચેરમેન તેઓ વિ‚ધ્ધ નોટીસ કાઢી પગલા ભરવા સત્તા આપવામાં આવેલી છે.કોરોનાની મહામારીને કારણે ગુજરી ગયેલ ધારાશાસ્ત્રીઓ માટે તેમજ ચીન દ્વારા થયેલ હુમલામા શહીદ થયેલા સૈનિકો માટે બે મીનીટનું મોન રાખી શ્રધ્ધાંજલિ આપવામા આવેલ.

આજની સભામાં સભ્યો નલીન ડી.પટેલ, હિતેશ જે. પટેલ, કિરીટ એ. બારોટ, દિપેન કે દવે, ભરત વી. ભગત, શ્રીશંકરજી એસ.ગોહિલ, પરેશકુમાર આર. જાની, હિરાભાઇ એસ. પટેલ, પ્રવીણ ડી. પટેલ, કિશોરકુમાર આર. ત્રિવેદી, અનિ‚ધ્ધસિંહ  એચ. ઝાલા, અફઝલખાન એચ. પઠાણ, પરેશકુમાર એચ. વાઘેલા, ગુલાબખાન પઠાણ તથા રણજીતસિંહ રાઠોડનાઓએ હાજર રહી ચર્ચામાં ભાગ લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.