Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત એક અઠવાડિયાથી વધારો થઈ રહ્યો છે. આજે પણ જામનગરમાં પેટ્રોલમાં ર૯ પૈસા અને ડીઝલમાં ર૮ પૈસાનો વધારો થયો હતો. આ ભાવ વધારા પછી જામનગરના પેટ્રોલનો ભાવ પ્રતિલીટર રૃા. ૭૬.૧૮ નો થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિલીટર રૃપિયા ૭૩.૧૬ નો થયો છે.

છેલ્લા છ દિવસમાં પેટ્રોલમાં રૃા. ૧ અને પ૪ પૈસા તેમજ ડીઝલમાં રૃા. ૧ અને ૩૬ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આમ પેટ્રોલિયમ પેદાશોના સતત વધતા જતા ભાવોના કારણે મોંઘવારીને પણ વેગ મળ્યો છે અને અનેક ચીજવસ્તુના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. હવે આગામી બે-ત્રણ દિવસમાં ભાવમાં વઘટાડો થશે તેમ કેન્દ્ર સરકાર દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.