Abtak Media Google News

જેટકો ચોકડી ખાતે નિર્માણાધીન 50 એમએલડીની ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સપ્ટેમ્બર માસ સુધીમાં તૈયાર થઇ જશે

રાજકોટ શહેરની વસ્તી અને વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરીજનોને શુદ્વ પીવાનું પાણી પુરૂં પાડવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના રૈયાધાર અને વાવડીમાં જેટકો ચોકડી પાસે 50-50 એમએલડીની ક્ષમતાના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં પાણી પહોંચાડવા માટે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાંખવાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ન્યારી ડેમથી રૈયાધાર પમ્પીંગ સ્ટેશન સુધી પાઇપલાઇન બિછાવવા માટે તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરોડોનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યા બાદ હવે ન્યારી ડેમથી જેટકો ચોકડી સુધીના 8 કિલોમીટરના વિસ્તારમાં 1061 મીમીની પાઇપલાઇન નાંખવા માટે રૂા.27.90 કરોડના ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ સહિત કુલ 21 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે વોટર વર્કસ શાખા દ્વારા જેટકો ચોકડી ખાતે 50 એમએલડીની કેપેસીટી ધરાવતો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ તૈયાર થયા બાદ ત્યાં સુધી ન્યારી ડેમથી ઓછામાં ઓછું 50 એમએલડી પાણી પહોંચડવું આવશ્યક છે. ન્યારી-1 ડેમથી જેટકો ચોકડી ફીલ્ટર પ્લાન્ટ સુધી 8 કિલોમીટરના વિસ્તારમાં 16016 મીમી વ્યાસની માઇલ્ડ સ્ટીલ પ્રકારની પાઇપલાઇન નાંખવા સંલગ્ન સિવિલ કામ કરવા માટે 20 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું.

જેમાં અલગ-અલગ બે એજન્સીઓએ ઓફર આપી હતી. એલ-1 બિડર કેએસડી ક્ધસ્ટ્રક્શન દ્વારા આ કામ 40.14 ટકા વધુ સાથે રૂા.28.02 કરોડમાં કરવાની ઓફર આપવામાં આવી હતી. નેગોશિયેશનના અંતે એજન્સીએ ઓનમાં 0.64 ટકા ઘટાડો કરવાની સહમતી આપી હતી, મૂળ 20 કરોડનું કામ 39.50 ટકા વધુ સાથે 27.90 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવી છે. જે મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરાઇ છે.

તેઓએ ઉમેર્યું હતું કે જેટકો ચોકડી પાસે નિર્માણાધીન 50 એમએલડી ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આગામી સપ્ટેમ્બર માસમાં તૈયાર થઇ જશે. તે પૂર્વે પાઇપલાઇન બિછાવવા સહિતના અન્ય સંલગ્ન કામો પૂર્ણ થઇ જાય તે દિશામાં મહાપાલિકા દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ઉપરાંત પીએમ સ્વનિધી યોજનાની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને મોબાઇલ એલાઉન્સ તથા પેટ્રોલ એલાઉન્સ આપવા, વોર્ડ નં.1માં ટીપી સ્કિમ નં.9માં રૈયાધારમાં અલગ-અલગ ટીપીના રોડ પર મેટલીંગ કરવા, વોર્ડ નં.12માં વાવડી વિસ્તારમાં આવતા આવકાર આગમન સિટીના મુખ્ય રસ્તાઓ પર કાર્પેટ કરવા સહિતની 21 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

ગાર્બેજ ફ્રી સિટીમાં સેવન સ્ટાર રેટિંગ તથા વોટર પ્લસ સર્ટિફિકેશનના ખ્વાબ

સ્વચ્છતા સર્વેક્ષણ-2022માં ગાર્બેજ ફ્રી સીટીમાં સ્ટાર રેટિંગ અને વોટર પ્લસ સર્ટિફિકેશન માટે મ્યુનિસિપલ કમિશનરને નિયુક્ત કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં રાજકોટ ખૂબ જ પાછળ ધકેલાઇ ગયું છે.

હવે ગાર્બેજ ફ્રી સિટીમાં સેવન સ્ટાર રેટિંગ હાંસલ કરવાના ખ્વાબ જાગ્યા છે. વેંચાતા પાણી લઇ શહેરીજનોની તરસ છીપાવવામાં આવી રહી છે છતાં રિટ્રીટ વોટરના સહારે હવે વોટર પ્લસ સર્ટિફિકેશન મેળવવા માટે ધમપછાડા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.