Abtak Media Google News

જામનગર માં થોડા સમય અગાઉ કડિયાવાદ માં થયેલ લૂંટ ના ગુન્હા ને ઉકેલવામાં  પોલીસ ને સફળતા મળી છે પોલીસે આ ગુન્હામાં સંડોવાયેલા 3 સખ્સોં ને રૂપિયા 1 લાખ 22 હજાર ના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા છે

જામનગર માં આવેલ કડિયાવાડ વિસ્તાર માં થોડા દિવસ અગાઉ સોનાના ચેન ની લૂંટ ઘટના પ્રકાશ માં આવી હતી જે બાબતે વિધિવત પોલીસ ફરિયાદ નોંધતા પોલીસે આ ગુન્હા  માં સંડોવાયેલ આરોપીઓ ને ઝડપી પાડવા ચકરો ગતિમાન કર્યા હતા જે દરમિયાન સિટી બી પોલીસ ને ખાનગી રહે હકીકત મળી કે 3 સખ્સોં લૂંટ માં ગયેલ સોનાના ચેન ને વેચવાની પેરવી કરી રહ્યા છે જેથી પોલીસે વોચ ગોઠવી સહજડ ઉર્ફે ફેઝલ ,  ઇકબાલ તથા અસગર અલ્લારખા મકવાણાં ને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપીઓ ના કબજા માથી સોનાનો ચેન તથા મોબાઇલ મળી કુલ 1 લાખ 22 હજાર ની મતા  કબ્જે કરી છે આ આરોપીઓ આ સિવાય અન્ય કોઈ  ગુન્હા  માં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.