Abtak Media Google News

૨૦ પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ :  ૨૫ બાઈક ડિટેઇન : ૪૫ની પૂછપરછ

મોરબી કન્યા છાત્રાલય પાસે છેલ્લા ઘણા સમયથી રોમિયાઓનો ત્રાસ હતો. બહારગામથી કન્યા છાત્રાલયે અભ્યાસ અર્થે આવતી વિધાર્થીઓની આવારા તત્વો દ્વારા પકજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના પગલે પોલીસે આ વિસ્તારમાં રોમિયાગીરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
Img 20180704 Wa0052
મોરબીના કન્યા છાત્રાલય પાસે છેલ્લા કેટલાક સમયથી રોમિયાઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ રોમિયાઓ ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી વાહન ચાલકોને પણ અડચણરૂપ બનતા હોવાની રાવ હતી. આ આવારા તત્વો ખુલ્લે આમ વિધાર્થીઓની પજવણી કરતા હતા. જેના પગલે પીએસઆઈ ગોસાઈ સહીતના સ્ટાફે કન્યા છાત્રાલય રોડ પરથી રોમીયોગીરી કરતા બે આવરા તત્વોને રંગે હાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Img 20180704 Wa0050
અત્રે ઉલ્લેખનીય છે કે કન્યા છાત્રાલય રોડ પર રોમિયાઓ બેફામ થયા હોવાની ફરિયાદના પગલે તા.૨૭ થી પોલીસ ઇન્સ્પેકટર ચૌધરી સહિત ૨૦ પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેરમાં હરકતો કરતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. ઉપરાંત ૨૫ બાઇક ડિટેઇન કરવામાં આવ્યા હતા. સાથે ૪૫ યુવાનોને રોકીને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.