Abtak Media Google News

‘માસ્ક ડ્રાઇવ’માં ચાર સેકટરમાં ૩ર૪ વાહન ડિટેઇન

કોરોના મહામારીને અટકાવવા માટ જાહેરમાં નીકળતા લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. લોકડાઉનની અમલીકરણમાં પોલીસ ફરજ બજાવતા જ હતા પરંતુ હવે મહાનગરપાલિકા બાદ શહેર પોલીસ જ જાહેરમાં માસ્ક પહેરીને ન નીકળતા લોકોને દંડવાની કામગીરી શરૂ ‚કરી છે જેમાં જુદા જુદા ચાર સેકટરોમાં પોલીસે ૩ર૪ વાહન ડીટેઇન કરી માસ્ક ડ્રાઇવમાં અત્યાર સુધી‚ રૂ.૬૪,૮૦૦ નો દંડ વસુલ કર્યો છે. દુનિયાભરમાં કોરોનાની મહામારીને અટકાવા માટે સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં માસ્ક પહેરીને જ બહાર નીકળવાનુ: જણાવ્યું છે અને જાહેરનામાના ભંગ બદલ અત્યાર સુધી કોર્પોરેશન અને કલેકટર દ્વારા દંડ વસુલવામાં આવતા હતા જે કામગીરી ગઇકાલથી શહેર પોલીસને સોંપવામાં આવી છે.

જેના ભાગ‚પે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચના મુજબ ચાર સેકટરના પી.આઇ. દ્વારા માસ્ક ડ્રાઇવ કરવામાં આવી હતી જેમાં સેકટર ૧ માં ૧ર૮ વાહન ડીટેઇન અને રૂ. ૨૫,૬૦૦ નો દંડ સેકટર-ર માં ૧૦૧ વાહન ડીટેઇન ‚રૂ. ૨૦,૨૦૦ નો દંડ, સેકટર-૩માં ૮૪ વાહન ડીટેઇન રૂ. ૧૬,૮૦૦ નો દંડ અને સેકટર-૪ માં ૧૧ વાહન ડીટેઇન અને રૂ. ૨૨૦૦નો દંડ વસુલી કુલ ૩૨૪ વાહન ડીટેઇન અને રૂ.૬૪,૮૦૦ નો દંડ શહેર પોલીસે માસ્ક ડ્રાઇવ માં વસુલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.