Abtak Media Google News

પોલીસ માટે વધુ એક આંચાર સંહિતા

પોલીસ વર્દીની ગરીમાં જાળવવા માટે રોલ કોલ દરમિયાન પોલીસ સ્ટાફને શિસ્તના પાઠ ભણાવવા ડીજીપી વિકાસ સહાયની તાકીદ

પોલીસના વાહનમાંથી પી, પોલીસ, કારમાંથી બ્લેક ફિલ્મ, રાષ્ટીય ચિન્હ દુર કરવા અને વ્યવસ્થીત પાર્કીગ કરવું ફરજીયાત

કાયદાનો અમલ કરાવતા પોલીસ સ્ટાફને કાયદો લાગુ પડે છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓે કાયદાનું પાલન કરવુ જરુરી હોવાથી રાજયના પોલીસ વડા વિકાસ સહાયએ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારી માટે સોશ્યલ મિડીયાની રિલ્સ બાદ ટ્રાફિક નિયમનનું ચુસ્ત પાલન કરવા અંગે પરિપત્ર જારી કર્યો છે. પોલીસ વર્દીની ગરીમા જાળવવા પોલીસ સ્ટાફ દ્વારા કાયદાનું ઉલંધન કરવામાં આવે ત્યારે તેની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનો રાજયના પોલીસ વડા દ્વારા આવકાર્ય કાર્યવાહી શરુ કરી છે.

રાજ્યમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવનાર ટ્રાફિક પોલીસે પહેલા કાયદાનું અને નિયમોનું પાલન કરવું જોઇએ તે બાદ જ પોલીસે પ્રજાજન પાસે નિયમોનું પાલન કરાવવું તેવો આદેશ ગુજરાત પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસકર્મીઓ અને અધિકારીઓ ટ્રાકિ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું રાજ્યના પોલીસ વડાને ધ્યાને આવતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને પરિપત્ર દ્વારા ચેતવણી આપી કે પહેલા ટ્રાફિકના નિયમો મામલે પોલીસ સુધરે ત્યારબાદ લોકોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવો. ત્યારે હવે નિયમોનું પાલન નહિ કરે તો પોલીસ ખુદ પોલીસ સામે કાર્યવાહી કરશે. પોલીસકર્મીઓની કારમાં બ્લેક માિ હશે તો ઉચ્ચ અધિકારી કાર્યવાહી કરશે. આ સિવાય હેલ્મેટ, સીટબેલ્ટ જેવા ટ્રાકિના નિયમોનું પાલન કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં કેટલાક પોલીસકર્મીઓ અને અધિકારીઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાથી લોકો પર તેની વિપરીત અસર પડી રહી છે. જેને લઇને ગુજરાત પોલીસ વડાએ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓને ટ્રાકિ નિયમોનું પાલન કરવા આદેશ કર્યો છે. જો કોઇ પણ પોલીસકર્મી નિયમોનો ભંગ કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે આરોપીઓને પકડવા માટે પોલીસ નંબર પ્લેટ વગરની કાર તેમજ બ્લેક માવિાળી કારનો ઉપયોગ કરતા હોય છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ પાસે જે કાર હોય છે તેમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય છે, પરંતુ હવે કાર પરબ્લેક માિ હશે તો કાર્યવાહી કરાશે. તેમજ પોલીસકર્મીઓ જ પર હાજર હોય ત્યારે ટુ-વ્હીલ2 ઉપ2 ત્રણ સવારીમાં નહીં જવા સૂચના છે.

તેઓ જ્યારે યુનિફોર્મમાં રજ ઉપર ટુ-વ્હીલર લઈને જતા હોય ત્યારે હેલ્મેટ પહેરીને જ ડ્રાઇવિંગ કરવા સૂચના છે. ત્યારે યુનિફોર્મની ગરિમા જળવાઇ તે રીતે ફરજ બજાવવી જોઇ એ.તેમજ ઙ, ઙજ્ઞહશભય, કે રાષ્ટ્રીય ચિહ્ન લોગોવાળી નેઇમ પ્લેટો હશે તો સુપરવિઝન અધિકારીઓએ આ બાબતે મોનિટરિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરાવવા આદેશ કરાયો છે. તેમજ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પોલીસ અધિકારી, કર્મચારીઓ માટે પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન તેમજ પોલીસ ખાતાની કચેરીઓની બહાર પણ ટ્રાફિક ડ્રાઇવનું સરપ્રાઇઝ અને ઇલેક્ટિવ આયોજન કરવું. આ ઉપરાંત ટ્રાફ્ટિ જવાનોએ બોડીવોર્ન કેમેરા સાથે ફરજ બજાવવી, અને ફરજ દરમિયાન લાઇટ બેટન તથા બોડી રિફ્લેક્ટર અવશ્ય પહેરવાના રહેશે.

હોમગાર્ડના જવાનોએ બોડી રિફ્લેક્ટર સાથે રજ બજાવવાની રહેશે. જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા જણાઇ આવશે તો સુપરવાઇઝરી અધિકારીના નબળા સુપરવિઝન અંગેની ગંભીર નોંધ લેવામાં આવશે. પોલીસ સ્ટેશનો ખાતે પણ સતત ત્રણ દિવસ સુધી રોલકોલમાં તમામ પોલીસ અધિકારી,કર્મચારીઓ સૂચના આપવામાં આવે તેમજ ઉપરોક્ત બાબતોથી તમામને અવગત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું. તમામ સુપરવાઇ ઝરી અધિકારીઓને પોલીસ સ્ટેશન ખાતે રોલકોલમાં હાજર રહી, ઉપરોક્ત સૂચનાઓના અમલીકરણ અંગે યોગ્ય કાર્યવાહી કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.