Abtak Media Google News

ચૂંટણી પંચના નિયમો અનુસાર રાજકીય પક્ષને મળતા ૨૦ હજાર રૂ.ની ઓછી રકમના દાનના દાતાના નામ આપવાની જરૂર ન હોય; તમામ  રાજકીય પક્ષો આવી રોકડ રકમની આવક વધારે દેખાડતા હોવાનો તર્ક

દેશ-વિદેશમાં ભારતીયો પાસે રહેતા ખરબો રૂ.ના કાળાનાણાંની સમસ્યાને ઉકેલવા મોદી સરકારે ૮મી નવેમ્બર ૨૦૧૮ના રોજ રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટોનું ચલણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય અર્થતંત્રમા મોટાભાગનો વ્યવહાર રોકડમાં થતો હોય આ નોટબંધીની ભારે અસર પહોચી હતી. એક સમયે એવું લાગતુ હતુ કે હવે રોકડનો વ્યવહારો ઘટી જશે. પરંતુ આ નોટબંધી બાદ આજે પણ રોકડનો વ્યવહાર ધમધમી રહ્યો છે. રોકડ વ્યવહારની આવકમાં રાજકીય પક્ષો પણ બાકાત નથી ગત બે વર્ષોમાં ભાજપને ૮૧૦ કરોડ રૂ.નું દાન રોકડમાં મળ્યું છે. જયારે કોંગ્રેસને ૩૨૧.૫૦ કરોડ રૂ.નું દાન રોકડમાં મળ્યું છે.

Advertisement

ભાજપને વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૯૭ કરોડ રૂ.દાનમાં મળ્યા હતા જેમાંથી ૪૬૮ કરોડર રૂ. રોકડા દાનમાં મળ્યા હતા જયારે વર્ષ ૨૦૧૭-૧૮માં ભાજપને મળેલા ૯૯૦ કરોડ રૂ.ના દાનમાંથી ૩૪૨ કરોડ રૂ રોકડા દાનમાં મળ્યા હતા. જયારે કોંગ્રેસને વર્ષ ૨૦૧૬-૧૭માં મળેલા ૫૨૯ કરોડ રૂ.માંથી ૧૮૦ કરોડ રોકડા મળ્યા હતા વર્ષ ૨૦૧૭-૧૮માં મળેલા ૧૬૮ કરોડ રૂ.માંથી ૧૪૧.૫૦ કરોડ રૂ. રોકડા મળ્યા હતા રાજકીય પક્ષોને મળતા ૨૦ હજાર રૂ.થી ઓછી રોકડ રકમના દાનના દાતાના નામ આપવા ચૂંટણી પંચ આપવા જરૂરી ન હોય તમામ રાજકીય પક્ષો દાનમાં રોકડ રકમ વધુ મળી હોવાનો દાવો કરતા હોય છે.જેથી સરકારના અનેક પ્રયાસો છતા રાજકીય પક્ષો માટે પાર્ટી ભંડોળમાં રોકડ રકમની બોલબાલા વધારે રહી છે. અને આ નિયમ છે ત્યાં રહેવાની છે.

ભાજપને ગયા વર્ષે ૧૬-૧૭ દરમિયાન રૂ. ૯૯૭ કરોડ અને ૯૯૦ કરોડ ડોનેશન અને સહાય યોગદાન રૂપે મળેલા નાણાં તેના મુખ્ય હરિફ કોંગ્રેસા પાંચ ગણા વધુ હોવાનો ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટમાં રજૂ કરેલા એક અહેવાલમાંજણાવ્યું છે. ચૂંટણી પંચ વતી હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી રાકેશ દ્વિવેદીએ માહિતી આપતા મુખ્ય ન્યાય મૂર્તિ રંજન ગોગોઈ અને દિપક ગુપ્તાની કોર્ટમાં સુનાવણી દરમ્યાન માહિતી રજૂ કરી હતી. એશોસીએશન ઓફ ડેમોકેટીક રિફંટમસ દ્વારા પારદર્શક ચૂંટણી અને રાજદ્વારી પક્ષોના ચૂંટણી ભંડોળ અને આર્થિક સ્થિતિની સાથે સાથે ઈલેકટ્રોલ બોન્ડમાં ભ્રષ્ટાચાર અને કાળાનાણાંની હેરાફેરીની દહેશત વ્યકત કરવામાં આવી હતી.

અરજદારની આ દાદ સામે પ્રશાંત ભૂષણે જણાવ્યું હતુ કે ઈલેકટ્રોલ બોન્ડ કોર્પોરેટ હાઉસ અને ઉદ્યોગપતિઓ માટે રાજકીય પક્ષોને ભંડોળ આપવાનુ એક પારદર્શક માધ્યમ બનાવવામાં આવ્યું છે. ભાજપે આવા ડોનેશનથી કુલ ૯૫% ભંડોળ મેળવ્યું હતુ દ્વિવેદીએ કોર્ટ સમક્ષ બે પાના વિસ્તૃત અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતુકે ૨૦૧૭-૧૮માં ભાજપ સૌથી વધૂ ચૂંટણી ભંડોળ મેળવ્યું છે. ભાજપે બોન્ડના માધ્યમથી ૨૨૨ કરોડ રૂપીયા સ્ટેટ બેંકના માધ્યમથી મેળવ્યા હતા. ભાજપે ૨૧૦ કરોડ રૂપીયાની રશીદ કરવામાં આવી હતી. જે કોઈ ભંડોળના ૯૫% થાય છે. પંચે એ વાતની પણ નોંધ લીધી હતી. કે અન્ય પાર્ટીએ એ સામુહિક ધોરણે માત્ર ૧૧ કરોડ રૂપીયાના ઈલેકશન બોન્ડ મેળવ્યા હતા જયારે ભાજપે ૨૧૦ કરોડ રૂપીયા મળ્યા છે. ચૂંટણી પંચે ઉમેર્યું છે કે રાજકીય પક્ષોને ભંડોળ આપવાની આ તવારીખમાંવર્ષ ૨૦૧૫-૧૬માં ૯૦% અને ૧૬-૧૭માં ૬૨% ભંડોળ તો ૨૦ હજારથી ઓછી રકમના રૂપમાં મેળવવામાં આવી છે. ઈલેકટ્રોલ બોન્ડના માધ્યમથી મળતા પૈસાથી એ વાત સાબીત તાય છે કે ચૂંટણી ટેક્ષ પેઈડ વાઈટ મનીનો જ ઉપયોગ થાય છે.

ભાજપે ૨૦૧૬-૧૭માં ૯૯૭ કરોડ રૂપીયાની રકમ મેળવી હતી. ૫૨૯ કરોડ રૂપીયામાંથી ૪૬૮ કરોડ રૂપીયા રોકડા અને વ્યકિતગત ૨૦ હજાર રૂપીયાથી ઓછી રકમના રૂપમાં મેળવ્યા હતા આ સમય દરમિયાન કોંગ્રેસ ૧૮૦ કરોડ રૂપીયા મળ્યા હતા.

૨૦૧૭ અને ૧૮ના વર્ષમં ભાજપે મળેલા કુલ ૯૯૦ કરોડમાંથી ૨૦ હજારના ઓછી રકમના દાન રૂપે ૩૪૨ કરોડ અને ૩૧૦ કરોડ રૂપીયા બોન્ડના રૂપમાં મળ્યા હતા આ સમય ગાળા દરમ્યાન કોંગ્રેસના કુલ ૧૬૮ કરોડ રૂપીયાનાભંડોળમાં ૧૪૧.૫૦ કરોડ છૂટક રીતે અને ૫૦ કરોડ ઈલેકટ્રોલ બોન્ડના રૂપમાં મળ્યા હતા. એટરની જનરલે કહ્યું હતુ કે ઈલેકટ્રોલ બોન્ડ કાળાનાણાનાં દૂર વ્યયને અટકાવવા સરકાર દ્વારા ઈલેકટ્રોલ બોન્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી પંચે એવો પણ નિર્દેશ આપ્યો છે કે આ વ્યવસ્થાને હજુ પણ પારદર્શક બનાવવાના પ્રયાસો ચાલુ છે. એટરની જનરલે જણાવ્યું હતુ કે જો જરૂર પડશે તો આ નિયમમાં હજુ પણ કેટલાક સુધારા વધારા કરીને રાજકીય પક્ષો માટેના ભંડોળના વ્યવહારમાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર થાય એવો માહોલ ઉભો કરવામાં આવશે. અત્યારે તો ભાજપ ઉપર કુબેરની કૃપા વરસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.