Abtak Media Google News

રાજકોટ અને ગોધરાથી આવેલી એસઆરપી ગ્રુપની બેન્ડ પાર્ટી દ્વારા સંગીતની સુરાવલી સાથે કરાયું રીહર્સલ

જામનગર શહેરમાં આગામી 1લી મે ના દિવસે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા રિહર્સલ કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે પરેડને અનુરૂપ એસઆરપી ગ્રુપની બેન્ડ પાર્ટી ની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ ટાઉનહોલ સર્કલ થી ગૌરવ પથ માર્ગ પર ની ખાસ તૈયારીઓ ચાલી રહી છે, અને સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા આજે મોડી સાંજે ટાઉનહોલ સર્કલ નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. એસઆરપી ગ્રુપ -5 ગોધરા અને એસ.આર.પી. ગ્રુપ-13 રાજકોટ, કે જેની ટુકડીઓ જામનગર આવી પહોંચ્યા પછી ટાઉનહોલ સર્કલમાં એસઆરપી ગ્રુપ ની ટીમ દ્વારા બેન્ડ પાર્ટી અંગેનું રિહર્ષલ કરવામાં આવ્યુ હતું. અને સંગીતની સુરાવાલી રેલાવી હતી.

આ ઉપરાંત અન્ય એક ગ્રુપ દ્વારા જિલ્લા પંચાયત સર્કલમાં સ્ટેજ બનાવીને તૈયારી કરવામાં આવી રહી છે. ત્યાં પણ બેન્ડ પાર્ટી દ્વારા રિહર્ષલ કરવામાં આવ્યો હતો. અને સમગ્ર જામનગર ના પોલીસ અધિકારીઓનો કાફલો ગૌરવ પથ માર્ગ પર ની તૈયારી કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.