Abtak Media Google News

જામનગર તા. ૬: જામનગર મહાનગરપાલિકાની ફરિયાદ-સંકલન સમિતિની બેઠકમાં શહેરમાં પીવાના પાણીની સમસ્યા અંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રશ્ન ઉઠાવ્યા હતાં.

આવનારા સમયમાં પીવાના પાણીની હાડમારી ન પડે તે માટે પાણીના વિતરણનો માસ્ટર પ્લાન અંગે સંબંધિત વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી હતી. જ્યાં પાઈપલાઈનની સુવિધા નથી ત્યાં ટેન્કર મારફત પાણીની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું.આ ઉપરાંત ભૂગર્ભ ગટર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના જવાબમાં જણાવ્યું હતું કે ઝોન વાઈઝ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે. એલઈડી લાઈટ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે નગરસીમમાં એલઈડી લાઈટ પ્રોજેક્ટથી ૬૨ ટકા વીજ બીલની બચત થશે.વોર્ડ નં. ૫માં નિલકમલ સોસાયટી, બાવરીવાસ, વોર્ડ નં. ૨માં અન્નપૂર્ણા માતાજી મંદિર વિસ્તારમાં સફાઈના પ્રશ્નો રજુ કર્યા હતાં. વોર્ડ નં. ૪માં હાથણી બંધ વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી.

વોર્ડ નંબર ૧૧, લાલવાડી, મહાપ્રભુજી બેઠક, મેરીયા કોલોની, મોહનનગર, સામતપીર, વોર્ડ નં. ૧૫ મજુરા નગર, પ્રજાપતિ સોસાયટી, નાગેશ્વર કોલોની શેર નં. ૧ થી ૫, રાધાકૃષ્ણ શેરી વિગેરે વિસ્તારોમાં પીવાનું પાણી આયોજન અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આ વિસ્તારમાં પાણી લોકોને મળી રહે તે અંગે પણ જણાવ્યું હતું. વોર્ડ નં. ૬ના ઈન્દિરા કોલોની, વોર્ડ નં. ૮ના માધવબાગ, દ્વારકેસ, વોર્ડ નં. ૫ના નિલકમલ સોસાયટી, જાગૃતિનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ અંગે પ્રશ્ન રજુ કર્યો હતો. વોર્ડ નં. ૧૧ના સામતપીર વિસ્તારમાં બાળકો માટે નંદઘરની સુવિધા તાકીદે આપવા પ્રશ્ન રજુ કરેલ.જામનગર ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૃભા જાડેજા (હકુભા)એ જામનગર મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિને ધ્યાને લઈ એક વર્ષ દરમ્યાન મિલકત વેરાની વસુલાત વોટર વર્કસની વસુલાત અંગે પણ આ ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવેલ હતો. જેના જવાબમાં જણાવ્યું હતું કે આ વર્ષે મહાનગરપાલિકાને રૃા. ૩૮,૭૬,૧૨,૫૮૭ની વસુલાત થવા પામેલ છે. આમ જામનગર મહાપાલિકાની આ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા તેમના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધાને લગતાં તેમજ શહેરને વિકાસને લગતા ૩૨ જેટલા પ્રશ્નો ઉઠાવેલ હતો. આ તમામ પ્રશ્નનો ઝડપભેર નિકાલ લાવવા પણ અધિકારીઓને પણ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.