Abtak Media Google News
  • ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશનની ભાવપૂર્વક વિનંતી

ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમીની જુલાઈ માસમાં લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા માટે ભાર અને ભાવપૂર્વક વિનંતી કરી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની તાજેતરમાં જ માર્ચ મહિનામાં લેવાયેલ પરીક્ષામાં ખૂબ નીચું પરિણામ આવ્યું છે. આ વખતે શૈક્ષણિક વર્ષ 2023નું ધોરણ 12 નું પરિણામ નીચું રહ્યું છે જેનું એક કારણ વર્ષ 2021 માં ધોરણ 10માં સામુહિક વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે પાસ કરવામાં આવ્યા હતા.તેમજ અમુક વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તેમ ન હોય છતાં પણ તેઓ આમાં અભ્યાસ કરી રહ્યા હતા સાદો સાત વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ પણ હતો.

હાલ જુલાઈ માસમાં બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પૂરક પરીક્ષા લેવામાં આવવાની છે.જે અંતર્ગત જુલાઈ માસમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના બે વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓને આપવાની રહેશે. જેના આનુસંગિક ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમી દ્વારા ભાવપૂર્વક વિનંતી કરવામાં આવી છે.17000  વિદ્યાર્થીઓજે મુખ્ય ત્રણ વિષયમાં ઉતરીણ થયા નથી.તેઓનું અત્યંત અગત્યનું વર્ષ તેમજ કારકિર્દી ન બગડે તેવા શુદ્ધ ઉદ્દેશ્યથી ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમીના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાની તથા એસોસિયેશનના શિક્ષકગણ સભ્યોએ ભાર અને ભાવપૂર્વક વિનંતી કરી છે.જુલાઈ માસમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પરીક્ષા લેવાના બદલે સરકાર અને બોર્ડ દ્વારા ત્રણ વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓની લેવામાં આવે તેવી ભાવપૂર્વક વિનંતી કરી છે.

 

વિદ્યાર્થીઓનું અગત્યનું વર્ષ ન બગડે તેવા હેતુસર રજુઆત કરી છે: પ્રકાશભાઈ કરમચંદાની

Vlcsnap 2023 05 09 13H08M42S660

ફેડરેશન ઓફ એકેડેમીના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદનીય જણાવ્યું કે, જુલાઈ માસમાં ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પરીક્ષા વિદ્યાર્થીઓ આપવાના છે ત્યારે સરકારને અમે રજૂઆત કરી છે કે વિદ્યાર્થી ઓને મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા અપવામાં આવે. વિદ્યાર્થી ઓ નું અગત્યનું વર્ષ ન બગડે અને તેનું ભાવિ કારકિર્દી ઉજવળ બને તે માટે ત્રણ વિષય ની પરીક્ષા 17 હજાર જેટલા બાળકોને આપવા દે. મુખ્યમંત્રી,શિક્ષણ મંત્રી,શિક્ષણ સચિવ અને બોર્ડના ચેરમેન ફેડરેશન વતી વિનંતીનો લેટર મોકલવામાં આવ્યો છે.

બે વિષય ની જગ્યાએ ત્રણ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવે. તો કેટલાક વિદ્યાર્થીઓ મહેનત કરી જે એક અથવા બે માર્કમાં રહી ગયા છે તેઓ મહેનત કરી આ પૂરક પરીક્ષામાં પાસ થઈ તેમનું અમૂલ્ય વર્ષ બગડતું બચાવી શકે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.