Abtak Media Google News

જીવતા પ્રાણીઓની નિકાસ અટકાવો

સમસ્ત મહાજનની ટીમે પશુપાલન મંત્રીને કરી રજૂઆત

ભારતમાંથી જીવતા પ્રાણીઓની નિકાસ અટકાવવા અને ગૌશાળા પાંજરાપોળોને દૈનિક ધોરણે કાયમી સબસીડી આપવા સહીતના વિવિધ મુદ્દે સમસ્ત મહાજનની ટીમે કેન્દ્રીય પશુપાલન મંત્રી ગીરીરાજસિંહ તથા રાજયમંત્રી ડો. સંજીવ બાલ્યાનને રજુઆત કરી હતી.

વૈશ્ર્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજનનાં પ્રતિનિધિમંડળે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય ગીરીશભાઇ શાહ, સાંસદ સુધીર ગુપ્તાજી, દેવેન્દ્ર જૈનના નેતૃત્વમાં દિલ્હી ખાતે ભારત સરકારના પશુપાલન મંત્રી ગીરીરાજસિંહ અને રાજય મંત્રી ડો.સંજીવ બાલ્યાનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સમગ્ર ભારતમાંથી જીવતા પ્રાણીઓની નિકાસ તાત્કાલીક અટકાવવામાં આવે તે અંગે મંત્રીઓને વિનમ્ર આવેદન અપાયું હતું.

5.Friday 1 4

સમગ્ર ભારતમાં ગૌશાળા-પાંજરાપોળોમાં લાખો અબોલ જીવોની સુંદર સેવા કરવામાં આવી રહી છે. બદલાયેલા આર્થિક સંજોગોને લઇને તેમજ મોધવારી, દાનના ઘટતા જતા પ્રવાહ, પશુઓની વધતી સંખ્યા વિગેરે કારણોસર દિનપ્રતિદિન ગૌશાળા-પાંજરાપોળોનો નિર્વાહ કરવો દુર્ગમ થતો ગયો છે ત્યારે રાજ્યોની સરકાર દ્વારા પણ ગૌશાળા-પાંજરાપોળોને પશુઓના પ્રશ્ર્નનું પણ નિરાકરણ થઇ શકે.  ઓર્ગેનિક ખોરાકનું મહત્વ વધારવા માટે કેમીકલ ફર્ટીલાઇઝર અને કેમીકલ જંતુનાશકને પ્રાપ્ત થતી સબસીડી તાત્કાલીક બંધ કરવા અનુરોધ કરાયો હતો. તે જ રીતે મંત્રીઓ અને સમસ્ત મહાજનની સમગ્ર ટીમ વચ્ચે ગૌશાળા-પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળાવ, ગૌ આધારીત સંસ્કૃતનું પુન: સ્થાપન, ગાઉચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય, ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, દેશીકુળના ગૈ સંવર્ધનને પ્રોત્સાહન સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને કૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચાઓ થઇ હતી. આ પ્રસંગો કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ ખાસકરીને છાણના સદુપયોગ અને પંચગવ્યને અર્થકારણ સાથે જોડવાના વિષય અંગે વિસ્તૃત વાર્તાલાપ કર્યો હતો. સમગ્ર ભારતમાં ઓર્ગેનીક કાર્મીગના વિકાસ અંગે પોતાની વિશેષ અભિરૂચી અને તત્પરતા દર્શાવી હતી.આ તકે સમસ્ત મહારાજનાં મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઇ શાહે આયોધ્યા ખાતે નિર્માણ થવા જઇ રહેલા ભવ્યાતિભવ્ય રામમંદિર નિર્માણમાં તકનીકી સહાયક થઇ શકે તેવા માહિતસભર ગ્રંથોનો સેટ મંત્રીઓને અભ્યાસાર્થે આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.