Abtak Media Google News

રાજકોટ એસ.ઓ.જી. ની ટીમનો સપાટો: નાસી ગયેલા રાજસ્થાની શખ્સની શોધખોળ

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલું કુવાડવા ગામ બુટલેગરો માટે જાણે સ્વર્ગ સમાન હોય તેમ અને વિદેશી દારૂનાં કટીંગ માટેનું કુવાડવા રોડ એપી સેન્ટર હોય તેમ વધુ એક વાર એસ.ઓ.જી. ની ટીમે લાખોની કિંમતના દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરતાં.

બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. એસઓજીની ટીમે બંસલ પેટ્રોલ પંપ પાસે રાજસ્થાનથી રાજકોટ તરફ આવતા ટ્રકમાં વિદેશીદારૂની ૩૧૯૨ બોટલ  સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ ટ્રક સહિત કુલ રૂા ૨૩,૮૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલો શખ્સ અને રાજકોટમાં દારૂ મંગાવનાર શખ્સની શોધખોળ આદરી છે.

5.Friday 1 4

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ શહેરમાં વિદેશી દારૂની બંદીને નસ્ત નાબુદ કરવાની મળેલી સુચનાના પગલે એસીપી ક્રાઇમ જે.એચ. સરવૈયાના માર્ગદર્શન  હેઠળ પીએસઆઇ એમ.એસ. અંસારી, હેડ કોન્સ્ટે. ઝાહીરભાઇ, ભુપતભાઇ, એ.ઓ.જી.ના કોન્સ્ટે. વિજેન્દ્રસિંહ ફીરોઝભાઇ, જીતેન્દ્રસિંહ:, પ્રદીપસિંહ, કુષ્ણદેવસિંહ, અઝરુદ્દીન તથા સુધીરસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીગમાં હતા ત્યારે  સ્ટાફને મળેલી ચોકકસ બાતમીના આધારે ટીમે કુવાડવા રોડ પર આવેલા બંસલ પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન ટેન્કર નંબર આરજે ૧૩ જીએ ૭૬૫૭ નીકળતા પોલીસે તેનો પીછો કરતા તેમાનો એક શખ્સ નાસી ગયો હતો. પોલીસે ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૧૯૨ બોટલ મળી આવતા પોલીસે ટ્રક ચાલક મહિપાલસિંહ ફુલચંદ ભાસ્કર (રહે. રાજસ્થાન) તથા રણવીરસિંહ ભગવાનરાય ખીચડની ધરપકડ કરી હતી ત્યારે નાસી ગયેલા શખ્સ અંગે પુછપરછ કરતા તેનું નામ શ્રવણ કુમાર ભટ્ટ હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ટેન્કર સહિત કુલ  રૂા ૨૩,૮૫,૦૦૦ નો મુદામાલ કબ્જે નાસી ગયેલા શખ્સની શોધખોળ આદરી છે.

આજી જી.આઇ.ડી.સી. માં ૪૪૪ બોટલ દારૂ રેઢો મળ્યો

શહેરના આજી જી.આઇ.ડી.સી. માં વિદેશી  દારૂની ૪૪૪ બોટલ થોરાળા પોલીસને રેઢી મળી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહીતી મુજબ આજી જી.આઇ.ડી.સી. માં આવેલી શ્રી હરી ઇન્ડસ્ટ્રીઝ નજીક વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી થોરાળા પોલીસને મળતા સ્થળ પર દરોડો પાડતા રૂા ૧.૭૭ લાખના કિંમતની વિદેશી દારૂની ૪૪૪ બોટલ રેઢી મળી આવતા થોરાળા પોલીસે વિદેશી દારૂ કબ્જે કરી દારૂ કોનો છે? કોને મંગાવ્યો અને કોણ મુકી ગયો તે અંગેની પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.