Abtak Media Google News

સરકારની સહાય યોજના અંતર્ગત એક્સ રે સહિતની સુવિધા નિઃશુલ્ક અપાશે

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક સાવસર પ્લોટમાં આવેલ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા સરકારની અકસ્માત સમયે મફત સારવાર યોજનાને આવકારી એક્સ રે સહિતની સારવાર નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી છે.

હોસ્પિટલના સંચાલકોએ જિલ્લા પંચાયત મોરબીના આરોગ્ય વિભાગને સંબોધી જણાવ્યું હતું કે, રાજય સરકારની વાહન અકસ્માત સહાય યોજના ને અમો સાર્વજનિક જનરલ હોસ્પિટલ , મોરબી આવકાર આપીએ છીએ સરકારશ્રીની સૂચના મુજબ વાહન અકસ્માતના દર્દીઓને સાર્વજનિક જનરલ હોસ્પિટલ મોરબી માં નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે.

વધુમાં આ યોજના અંતર્ગત ઓર્થોપેડિક વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઇમર્જન્સી વિભાગ, એક્સ રે, ટાંકા લેવા, ડ્રેસિંગ કરવું, POP તેમજ CT-SCAN અને દવાઓ વગેરૅ સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવનાર હોવાનું જણાવી સરકારને આ યોજના શરૂ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.