Abtak Media Google News

ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે મેયરને ચૂંટવાના મુદાને કર્યો સામેલ

દેશમાં મહત્વકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત ૨૦ શહેરો ત્યારપછી ૨૦૧૭માં ૧૩ શહેરો અને કુલ ૯૯ સ્માર્ટ સિટીઓના સરકાર દ્વારા ૨.૦૩ લાખ કરોડના રોકાણ કરવાની મહત્વકાંક્ષી જાહેરાત કરવામાં આવી હતી. દેશની કાયાપલટ માટે મહત્વકાંક્ષી આ પ્રોજેકટ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટવીટ મેસેજ દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં દેશમાં સ્માર્ટ સિટીના નિર્માણના પ્રોજેકટને વધુ અસરકારક રીતે સાકાર કરવા માટે મેયરની ચુંટણીઓ સ્વાયત ધોરણે કરવાની જાહેરાત કરી હતી.

ભાજપ સરકારે ૨૦૧૪માં દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી ઉભા કરવાની યોજના જાહેર કરી હતી. જેમાં ૯૮ શહેરોને પ્રારંભિક ધોરણે દરેકને ૫૦૦ કરોડની ફાળવણી કરી સ્માર્ટ સિટી યોજનાને લીલીઝંડી આપી હતી. સરકારના આ મહત્વના પ્રોજેકટ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીના નિર્માણ માટે સ્થાનિક નેતાઓની જ‚ર પડે અને જેથી જો કોંગ્રેસ સતા પર આવશે તો મેયરની પાંચ વર્ષ માટે સ્વાયત ધોરણે નિમણુક કરવાની પ્રથા દાખલ કરવામાં આવશે.

શહેરોની મ્યુનિસિપાર્ટીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે મેયરની નિમણુક માટે નવી વ્યવસ્થા ઉભી કરવી તે ખુબ જ જ‚રી છે. કોંગ્રેસ આ યોજનાના ચુંટણી ઢંઢેરામાં સામેલ કરી હતી પરંતુ રાહુલ ગાંધીએ આ અંગે ટવીટ સંદેશથી દેશના નાગરિકોને માહિતી આપી હતી પરંતુ કહી શકાય કે હાલ આ વાત હજી ભામ્રક જ માનવામાં આવે છે કે એ વાતની કોઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી કે કોંગ્રેસ પક્ષ સતા પર આવશે અને આ વચનો જે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી રહ્યા છે તેનું મુખ્ય કારણ એ છે કે જો કોંગ્રેસ પક્ષ સતા પર આવશે તો મેયરની ચુંટણી સ્વાયત રીતે કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.