Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»National»રાહુલનું ગરીબી હટાવાનું ‘સ્વપ્ન’ ૭ લાખ કરોડ રૂપિયામાં પડવાનો અંદાજ
National

રાહુલનું ગરીબી હટાવાનું ‘સ્વપ્ન’ ૭ લાખ કરોડ રૂપિયામાં પડવાનો અંદાજ

By Abtak Media31/01/20196 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

આ યોજના લાગુ પાડવામાં આવે તો સરકારે નિયમોનુંસાર લઘુતમ દૈનિક મજુરી રૂ.૩૨૧ પ્રતિ દિવસ લેખે દર માસે એક વ્યકિતને ૯,૬૩૦ રૂ. ચુકવવા પડે તે વિવિધ સબસિડીઓ આપતી સરકારી તિજોરીને પરવડે નહીં તેવો અર્થ શાસ્ત્રીઓનો મત

આગામી લોકસભાની ચૂંટણી આડે હવે થોડા મહિનાઓ જ બાકી છે. ત્યારે મોદી સરકારને હરાવવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધીએ કમરકસી છે. જેના ભાગરૂપે તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીના‘ગરીબી હટાવો’ના સૂત્રને ફરી યાદ કરીને રાહુલે દરેક પરિવારના એક સભ્યને લઘુતમ આવક આપવાની ગેરંટી આપતુ વચન આપ્યું હતુ એક ગણતરી મુજબ હાલ દેશમાં ૨૫ ટકા ગરીબ પરિવારો વસે છે. આ તમામ ગરીબ પરિવારોના એક સભ્યને લઘુતમ આવક આપવામાં આવે તો સરકાર પર ૭ લાખ કરોડ રૂપીયાનો બોજો આવે તેવો અંદાજ માંડવામાં આવ્યો છે.

હાલમાં, સરકારનાં નિયમો મુજબ હવે લઘુતમ દૈનિક પગાર ૩૨૧ રૂ. છે તે મુજબ માસિક ૯૬૩૦ રૂ.નો પગાર થાય છે જે કેન્દ્ર સરકારે અકુશળ ખેત મજૂરો માટે નકકી કરેલ છે. ૧૮ થી૩૦ ટકા ગરીબ ઘરોને ટારગેટ કરવામાં આવે તો આ ખર્ચ ૫ કરોડ રૂ.થી વધારે થવાની સંભાવના છે. આ અંગેનો સંકેત પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે એક ઈન્ટરવ્યુમાં આપ્યો હતો. આ પહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી જીતી જશે તો તે દરેક પરિવારોને લઘુતમ આવકની ગેરંટી સુનિશ્ચીત કરશે જોકે, રાહુલે પોતાની આ વચન અંગે વધારે કાંઈ જણાવ્યું નથી.

પરંતુ, સમાજના ગરીબ પરિવારો માટે આ યોજના લાગુ કરવાથી સરકાર પર આર્થિક બોજો વધવાની શકયતા છે. કારણ કે સરકાર ગરીબ પરિવારો માટે ભોજનથી લઈને ખાતર સહિતની અનેક ચીજવસ્તુઓમાં સબસીડી આપે છે. બે વર્ષ પહેલા ઉપલબ્ધ સુવિધાઓના આધારે થયેલા આર્થિક સર્વેક્ષણમાં ૭૫ ટકા પરિવારોને ૭૬૨૦ રૂ. આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જેનાથી દરેક વ્યકિત ગરીબી રેખાથી ઉપરનું જીવન જીવી શકે પરંતુ તેને લાગુ કરી શકાયું ન હતુ. કારણ કે તેનાથી સરકારી તિજોરી પર વધારે ભાર આવે તેવી સંભાવના હતી અને તે માટે સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અપાતી સબસીડી દૂર કરી શકે તેમ ન હતી.

ALSO READ  ચંદ્રના 'શિવ શક્તિ બિંદુ' પર સૂર્યોદય થવાનો સમય નજીક છે, શું 'વિક્રમ' 22 સપ્ટેમ્બરથી કામ કરશે?

આ સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતુ કે જીડીપી ૪.૯ ટકા રહેશે સાથે તેવી પણ સલાહ આપવામાં આવી હતી કેજો ૨૫ ટકા ઘરોમાં પાંચ સભ્યોને લઘુતમ આવકની ગેરંટી આપવામાં આવે તો તેનો વાર્ષિક ખર્ચ ૨.૪ થી ૨.૫ લાખ કરોડ રૂ. આવવાની સંભાવના હતી. આ પરિવારોના પાંચ સભ્યોને પ્રતિમાસ ૩,૧૧૮૦ રૂ દેવમાં આવે તો સરકારનો ખર્ચ ૧.૭૫ કરોડ રૂ જેટલો આવવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ યોજનાને લાગુ કરવાને લઈને અનેક પ્રકારની ચિંતા પણ સરકાર પર હતી. ખાસ કરીને આવા ગરીબ પરિવારોને ઓળખવાનો ! જો કે, પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે આ યોજનાને લાગુ કરી શકાય તેમ છે. તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

તેમણે એવી સલાહ આપી હતી કે જે લોકો પાસે એસી, કાર અને એક નિશ્ચીત બેંક બેલેન્સ છે તેમને આ યોજનાનો લાભ આપવા. ન જોઈએ તેમને તે માટે આવા લાભાર્થીઓની યાદી પણ સાર્વજનીક રીતે પ્રસિધ્ધ કરીને લાભાર્થીઓના નામ જાહેર કરવાની ભલામણ પણ કરી હતી.

કોંગ્રેસે જાહેર કરેલા લઘુતમ આવક ગેરેન્ટી યોજનામાં દેશના ૨૫% ગરીબ પરીવારોના ઓછામાં ઓછા એક સભ્યને લઘુતમ આવક યોજનામાં જોડીને ગરીબોના આર્થિક વિકાસ માટે સાત લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કોંગ્રેસની આ યોજનામાં પ્રત્યેક વ્યકિતને રોજના ૩૨૧ રૂપિયા અને મહિનાના ૯૬૩૦ રૂપિયાની રોજગારી આપવામાં આવશે. શ્રમજીવી મજુરો, બિનતાલીમ ખેત મજુરો માટે પાંચ લાખ કરોડ રૂપિયાની આ ધનરાશી ૧૮ થી ૨૦ ટકા ગરીબ અને આર્થિક પછાત પરીવારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ દ્વારા એક ઈન્ટરવ્યુમાં આ યોજનાની જાણકારી આપી હતી. રાહુલ ગાંધી ગરીબ પરીવારો માટે લઘુતમ આવકની યોજનાની જાહેરાત કરી હતી. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે જો તેમનો પક્ષ લોકસભાની ચુંટણી બાદ સતામાં આવશે તો દેશમાં ગરીબોને માસિક ૯૬૩૦ની આવકની આ યોજના અમલ કરવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ લાગવગ ન ચાલે: રાહુલ ગાંધી

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ઉધોગપતિઓ પરના રાજકીય પ્રહારો અને ચુનંદા કોપરેટ માંધાતાઓ સામેના આક્રમક વલણ વચ્ચે જાહેર કર્યું હતું કે કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ દેશમાં લાગવગ અને રાજકારણના સથવારે ખોટા લાભ લુંટનારા સામે કોંગ્રેસ હંમેશા લડત આપે છે.

ALSO READ  વિદ્યાર્થીઓમા સોશિયલ મીડિયાનો અતિરેક અટકાવવા નિર્ધારિત ઉંમર નક્કી કરવી જોઈએ: કર્ણાટક હાઇકોર્ટ

નવીદિલ્હી ખાતે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર તેમના માનીતા ઉધોગપતિઓ સામે લાભ ખટાવે છે તે ન ચાલે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે અને ઉધોગપતિ અનિલ અંબાણી સામે યુવા કોંગ્રેસની સભામાં પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મારે ઉધોગપતિઓને કહેવાનું કે મહેરબાની કરીને કોંગ્રેસને ઉધોગ વિરોધી ગણોમાં, કોંગ્રેસ માત્ર લાગવગનો વિરોધ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ-દસ મિત્રો જેમ કે, અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોકસી કે જેમણે લાયકાત વગર કે સ્પર્ધા વિના ગંજાવર નાણા મેળવી લીધા અમે તેમના વિરોધી છીએ.

તેમણે કહ્યું કે, કોંગ્રેસ માને છે અને સમજે છે કે ખેડુતો પ્રમાણિક ઉધોગપતિઓ, નાના મધ્યમ વર્ગના વેપારીઓ જ દેશ બનાવે છે. લઘુ અને મધ્યમ ઉધોગ રોજગારી વધારે છે. ભારત અત્યારે ચીનની હરિફાઈ કરે છે પરંતુ મોદીના જીએસટીએ દેશની કમર તોડી નાખી છે. રાહુલ ગાંધીએ ઉધોગપતિઓના નામ લઈને આક્ષેપ કર્યો હતો કે મોદી તેમના માનિતા ઉધોગપતિઓને કોઈપણ જાતની સ્પર્ધા કે ચકાસણી વગર ગંજાવર આર્થિક ફાયદા કરી રહી છે. કોંગ્રેસ ઉધોગપતિઓની વિરોધી નથી પણ લાગવગ નહીં ચાલવા દે. તેમણે વધુ એકવાર કોંગ્રેસના એ વચનને દોહરાવવું હતું કે જેમાં પાર્ટીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરીવારો માટે લઘુતમ આર્થિક આવક અને ગરીબોની સાચી સાથી એવી મનરેગાની યોજના દેશની જીવાદોરી ગણાવી હતી.

કેન્દ્ર સરકાર મધ્યમવર્ગને રાહત આપવા ઈન્કમટેકસમાં છુટ આપશે

કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બજેટનું વલણ આર્થિક મંદિરના દોરમાં મધ્યમ વર્ગના કરદાતાઓ અને નાના વ્યવસાયકારો માટે હાથ જાલનારો બનીને થોકબંધ કર રાહતો સાથે ઉનાળામાં આવનારી ચૂંટણીઓને ધ્યાને લઈ બજેટમાં મધ્યમ વર્ગના લોકો માટે અનેક રાહતોનું પટારૂ ખુલે તેવું દેખાઈ રહ્યું છે.

શુક્રવારે દેશના નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા બજેટના પટારામાંથી કેવો હલવો બહાર આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ એટલું નકકી માનવામાં આવે છે કે, આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ આ બજેટમાં સરકાર દ્વારા મધ્યમ વર્ગના લોકોને થોકબંધ રાહતોથી નવાજવાની તૈયારી કરી રહ્યું છે.

ALSO READ  ગ્રીન એનર્જીનો વપરાશ ફરજિયાત બનાવવા સરકારની તૈયારી!

કેન્દ્ર સરકાર ઘણા લાંબા સમયથી કર માળખામાં સુધારા કરવાની તૈયારી કરી છે અને ૨૦૧૮ના બજેટમાં કેટલાક સુધારાઓ પણ કરવામાં આવ્યા હતા. સરકાર દેશના કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ટેકાની વસુલાતની સાથે-સાથે કરદાતાના ખિસ્સામાં પણ કેટલાક નાણા રહે તેવું વલણ અપનાવતી દેખાય છે.

સરકારે આયુષ્યમાન ભારત યોજના જેવી યોજનાઓમાં લોક કલ્યાણ માટે નાણા વાપરવા અને જીએસટી કર માળખામાં રાહત આપીને પ્રજાને છૂટ આપવાનું અભિગમ કેળવી રહી છે.

૨૦૧૪માં કેન્દ્રિય નાણામંત્રી પી.ચિદમ્બરમે આર્થિક ઉદારતાના પગલાઓ અને પ્રજાજનોને રાહત આપવા પરોક્ષ રીતે ઉઘરાવવામાં આવતા કરમાં અનેક રાહતો આપવાનું શ‚ કર્યું હતું. તેમણે નવા બજેટ અને વર્ષ પૂરું થવાની રાહ જોયા વગર અધ્ધ વચ્ચેથી જ લોકરંજક પગલાઓ બજેટની રાહ જોયા વગર જુલાઈ ૨૦૦૯માં ઘણી રાહતો આપી હતી. પ્રણવ મુખર્જીએ સંસદની ચર્ચા દરમ્યાન આ જાહેરાત કરી હતી.

આ વખતે આર્થિક સુધારાઓની ચર્ચા અને વેપાર-ઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે સરકારના વલણ અંગે નાણામંત્રી પિયુષ ગોયલે પોતાની બજેટની જાહેરાત પહેલા જ દેશને ખુશખબર આપી દીધી છે. સમગ્ર દેશને અત્યારે એ વાતનો ઈન્તેજાર છે કે નાણામંત્રી કરદાતાઓને અને આમ-આદમીને ટેક્ષ ડિડેકશનમાં કેવી રાહતો આપે છે.

આરોગ્ય વિમાની યોજના માટે નાગરિકોને પ્રોત્સાહન મળે તેવી જોગવાઈઓની સાથે સાથે આ બજેટમાં આર્થિક પછાત સવર્ણોને પણ રાહતો મળે તે માટે સરકારના પ્રયત્નો સંભવિત રીતે વિપક્ષો વિરોધ કરે તેવી શકયતા દેખાઈ રહી છે.

બજેટમાં કરદાતાઓને રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બજેટમાં નિશ્ચીતપણે રાહતના સંકેતો આપ્યા છે. ત્યારે વરિષ્ઠ મંત્રી અરૂણ જેટલીએ બજેટ પૂર્વે જ આર્થિક સુધારાઓની શકયતા દર્શાવી છે.

બજેટના પટારામાંથી શું નિકળશે ? તે નકકી નથી પરંતુ ૨૦૧૯ની ચૂંટણી પહેલાનું આ બજેટ કર માળખામાં વધુને વધુ નવા કરદાતાઓની ઉમેરણી આર્થિક પછાત સવર્ણો અને નાના અને મધ્યમ વર્ગના નાગરિકોને લાભ આપનારા એક સુધારો નિશ્ચીત બન્યું છે.

national'
Share. Facebook Twitter WhatsApp
Previous Articleટી.વી. ચેનલોના દરોની ટ્રાયની ફોર્મ્યુલાને હાઇકોર્ટમાં પડકારાઇ
Next Article સાવજોને મરતા કેમ બચાવવા ? હાઇકોર્ટે સુચનો મંગાવ્યા!
Abtak Media
  • Website

Related Posts

ગુજરાતના દોઢ લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં : વાલીઓમાં ચિંતા

21/09/2023

યુએન બેઠકમાં તુર્કીના રાષ્ટ્રપતિએ આલાપ્યો કાશ્મીર રાગ

21/09/2023

લોકસભામાં ઐતિહાસિક રીતે મહિલા અનામત બિલ પસાર, વિપક્ષે પણ આપ્યો સહયોગ

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

22/09/2023

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

શુક્રવારે સંતોષી માતાની આરતી કરવાથી વિશેષ લાભ

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.