Abtak Media Google News

રજનીકાંત ની એક્શન ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર થયું રીલીઝ…

રજનીકાંત ની એક્શન ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનુ ટ્રેલર તામિલ, તેલુગુ અને હિન્દીમાં રીલીઝ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ આ ફિલ્મનુ હિન્દી ટ્રીઝર રીલીઝ કરવામાં આવ્યું હતું જેને દર્શકોએ ખુબજ પસંદ કર્યું હતું.

Kaala Movie Stills Hqઆ ફિલ્મના ટ્રેલરમાં રજનીકાંત ચીર પરિચિત અંદાજમાં નજર આવ્યા હતા. આ ફિલ્મનુ ટ્રેલર શાનદાર છે જેને લઈને હવે દર્શકોમાં આ ફિલ્મ જોવાનો ઉત્સાહ વધી રહ્યો છે.

ફિલ્મ ‘કાલા’ 7 જૂન ના રોજ સિનેમાઘરોમાં રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં નાના પાટેકર, રજનીકાંત નો સામનો કરતાં નજર આવશે. જ્યારે હુમાં કુરૈશી પણ મહત્વ ભૂમિકામાં નજર આવશે.

જુઓ  ફિલ્મ ‘કાલા’નું ટ્રેલર…

આ ફિલ્મના ટ્રેલરને જોઈને લાગી રહ્યું છે કે નાના પાટેકરે આ ફિલ્મમાં એક રાજનેતાની ભૂમિકા ભજવી છે જ્યારે રાજનીકાંતે ગરીબોના મસીહા તરીકેની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના ટ્રેલરમાં નાના પાટેકરની પૌત્રી નાના પાટેકરને પૂછે છે કે, ‘દાદાજી ‘કાલા’ નો મતલબ શું થાય છે’ ત્યારે નાના પાટેકર જવાબ આપતા કહે છે કે ‘કાલા’નો મતલબ “રાવણ”…..

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.