Abtak Media Google News

રાજકોટ તાલુકા પોલીસમાં દલા તલવાળી જેવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. કોરોના સમયે એક હોસ્પિટલમાં લાગેલી આગ અંગે બેદરકારીના ગુના અંગે હોસ્પિટલના તબીબની પોલીસે મને કમે ધરપકડ કરી હતી અને ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા જમાઇની કરવામાં આવતી આગતા સ્વાગતા કરવામાં આવ્યા અંગેના અહેવાલો વાયરલ થતા પોલીસની બદનામી કરતા અહેવાલ વાયરલ કરનાર સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.

પોલીસે મોટા ઉપાડે ગુનો નોંધ્યા બાદ ચાર્જશીટ તૈયાર કરવાના બદલે તહમતનામું તૈયાર કરી શકાય તેવા  પોતાની પાસે પુરતા પુરાવા ન હોવાથી સી સમરી રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં રજુ કર્યો છે. પોલીસને પુરાવા મળતા નથી તો કેમ ગુનો નોંધ્યો તેવો સવાલ થઇ રહ્યો છે.

પોલીસ દલા તલવાળીની જેમ ગમે તેની સામે પુરાવાની ચકાસણી કર્યા વિના એફઆઇઆર ઉતાળે દાખલ કરી છે. સમગ્ર પ્રકરણ ઠંડુ પડે એટલે કાયદાની આટીઘુટીનો લાભ લઇ સી સમરી રિપોર્ટ તૈયાર કરે છે. જેના કારણે વિના કારણે પોલીસ અને કોર્ટનો સમય બગે છે. પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા આ રીતે રિપોર્ટ તૈયાર કરાયો હોય ત્યારે અદાલત ઘણી વખત ફેર તપાસનો હુકમ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.