Abtak Media Google News

રખડતા ઢોર ના લીધે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રાજકોટના રસ્તા ઉપર ફરી રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે જેમાં વૃદ્ધને રોડ પર અટક્યા હતા ત્યારે વૃદ્ધ નું માથું ફાટી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારની છે જ્યાં ગોવિંદ નગરમાં આજરોજ રખડતા ટોરના આતંક ના લીધે વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નાથાભાઈ મુળુભાઇ નામના વૃદ્ધને ગાયે ઢીંક ચડાવીને રોડ પર પટક્યા હતા ત્યારે વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં થોડા સમય પહેલા પણ રખડતા ઢોરના લીધે વૃદ્ધે જીવ ગુમાવ્યો હતો ત્યારે આજ રોજ ગાયે વૃદ્ધને પટકતા તેઓ એટલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા કે રસ્તા પર જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ત્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને હાલ તેઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.