Abtak Media Google News

પ્રમુખમાં 4, ઉપપ્રમુખ, સેક્રેટરી, લાઈબ્રેરી સેક્રેટરી  2-2, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, મહિલા કારોબારીમાં 4-4 અને કારોબારીમાં 22 ઉમેદવારો વચ્ચે હરીફાઈ

વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતા રાજકોટ સહિત રાજયભરની બાર એસો.ની ચૂંટણી જંગ જામ્યો છે.જેમાં પ્રમુખ, સહિત છ હોદા તેમજ મહિલા સહિત 10 કારોબારી સભ્ય મળી કુલ 44 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં તા.16 ડિસે.ના રોજ મતદાન યોજાશે તે પૂર્વે આર બીએ અને એકિટવ  પેનલ વચ્ચે જંગ જામ્યો છે. વર્ષ 2023માં  જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર સ્થિત નવનિર્મિત કોર્ટ સંકુલ અને હાઈકોર્ટની બેંચ મામલે  બાર અને બેન્ચ વચ્ચે સુમેળભર્યા સંબંધ જળવાય રહે તેવા હેતુ સાથે વરિષ્ઠ વકીલોએ ઝંપલાવ્યું છે.

ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. જેમાં પ્રમુખ સહિત છ હોદ્દેદારમા ઉમેદવારી કરનાર પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોષીએ આર.બી.એ. પેનલના ટેકામાં પોતાની ઉમેદવારી પાછી ખેંચીને માત્ર કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી ચાલુ રાખી છે.   જ્યારે એક્ટિવ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા અને કિરીટ નકુમે  ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતા આ.બી.એ. પેનલના નલિન પટેલ અને સ્વતંત્ર ઉમેદવારી કરનાર કિશન વાલવા, સેક્રેટરીમાં કૌશિક વ્યાસ, જોઈન્ટ સેક્રેટરીમાં ભરત હિરાણી, કિશોર સખીયા, ટ્રેઝરરમાં ઘનશ્યામ ઠાકર, લાઈબેરી સેક્રેટરીમાં મનોજ તંતી, કારોબારી સભ્યમાં રમેશચંદ્ર આદ્રોજા, અનિલ ડાકા, ઊર્મિલ મણીયાર, કિશોર સખીયા અને નરેશ સીનરોજાએ  ઉમેદવારી  પાછી ખેંચી લીધી છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો અને 10 કારોબારી સભ્યો સહિતની 16 બેઠકો ઉપર ઉમેદવારી કરનારા આ.બી.એ. પેનલ અને એક્ટિવ પેનલ સહિત 44 ઉમેદવારો વચ્ચે 16 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. બપોર બાદ મતગણતરી કરી સાંજ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

  • આર.બી.એ. પેનલને એમ.એ. સી.પી. બારનો ટેકો
  • ક્રીમીનલ, સિવિલ, ફેમીલી અને ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે ઝંઝાવતી પ્રચાર સાથે સર્વત્ર આવકાર

આર.બી.એ. પેનલના નેજા હેઠળ સીનીયર એડવોકેટઓની પેનલેએ ઝંણલાવ્યું છે. જેમાં પ્રમુખ તરીકે શાહી લલીતસિંહ જે. ઉપપ્રમુખ પટેલ નલીન જે, સેક્રેટરીમાં દિલીપભાઇ જોશી, જોઇન્ટ સેકેટરી રાણા જે. એફ, ટ્રેઝરરમાં સખીયા કિશોરભાઇ મહિલા કારોબારી સભ્ય તરીકે અનામત સીટ ઉપર રાણા રંજનબા અને કારોબારી સભ્ય તરીકે ક્રમ નં. ર ભટ્ટ ગીરીશભાઇ, ક્રમ નં. પ પર ગાંગાણી જયંતકુમાર, ગોંડલીયા તુલસીદાસ, જોક્ષી જીજ્ઞેશભાઇ, કોટેચા બીપીનભાઇ, મહેતા બીપીનભાઇ, મહર્ષીભાઇ પંડયા, રામાણી ગોરધનભાઇ (જી.એલ) ઠાકુર ઘનશ્યામભાઇ સહીતના સીનીયર એડવોકેટ પેનલ દ્વારા ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.આર.બી.એ. પેનલના તમામ ઉમેદવારો દ્વારા મોચી બજાર કોર્ટ, સિવીલ કોર્ટ, ફેમીલી કોર્ટ, એમ.એ.સી.પી. બાર, ડીસ્ટ્રીકટ કોર્ટમાં ડોર ટુ ડોર ફરી પુરજોશમાં પ્રચાર કાર્ય શરુ કરવામાં આવેલ હતું. જેમાં તમામ મતદાર એડવોકેટઓ સમગ્ર આર.બી.એ. પેનલને જંગી બહુમતિથી જીતાડવા માટેનો કોલ આપેલ હતો.

એમ.એ.સી.પી. બારના પ્રમુખ એ.કે. જોશી અને સેક્રેટરી વિશાલભાઇ ગોસાઇ દ્વારા રૂબરૂ મુલાકાત દરમ્યાન સમગ્ર પેનલને એમ.એ.સી.પી. બાર તરફથી પોતાનો ટેકો જાહેર કરેલો છે.

  • એકિટવ પેનલનું મધ્યસ્થ કાર્યાલય કાલે ખુલ્લુ મુકાશે

બાર એસોસીએશનની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં બે પેનલ વચ્ચે ટકકર જામી છે. જેમાં યુવા એડવોકેટ દ્વારા એકિટવ પેનલ મેદાનમાં ઉતારી છે. પ્રમુખ પદના ઉમેદવાર તરીકે બારના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણી મેદાન ઉતર્યા છે. શહેરનાાં 150 ફૂટ રીંગરોડ ઉપર બાલાજી હોલ સામે ડો. હાઉસ બિલ્ડીંગના પ્રથમ માળે એકિટવ પેનલનું કાલે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે. જેમાં સિનિયર જૂનિયર વકીલોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા એકિટવ પેનલના અગ્રણી વકીલ અંશભારદ્વાજ અને સી.એચ. પટેલએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.