Abtak Media Google News

ટુંકાગાળામાં 100 કરોડ લોકોને રસી આપી ભારતે વિશાળ સિઘ્ધિ હાંસલ કરી છે: ધનસુખ ભંડેરી

રાજકોટ ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી જનતા વચ્ચે રહ્યો છે: કમલેશ મિરાણી

વિજયભાઇ રૂપાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ધનસુખ ભંડેરી, નીતીન ભારદ્વાજ, ડો. પ્રદિપ ડવ, બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા સહીતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિત

નરેન્દભાઇના નેતૃત્વમાં દેશની કેન્દ્ર સરકાર વિશ્ર્વમાં મજબુત અને પ્રમાણીક: વિજયભાઇ રૂપાણી

રાષ્ટ્રીય તથા પ્રાદેશિક કક્ષાએ ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક પૂણ થયા બાદ શહેર ભાજપ અઘ્યક્ષ કમલેશ મીરાણીની અઘ્યક્ષતામાં શહેરના મેયર બંગલા ખાતે શહેર ભાજપ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવેલ. આ કારોબારી બેઠકનો પ્રારંભ ગુજરાત રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ ધ્વારા વિજયભાઈ રૂપાણીનું બુક તથા ખેસ આપી સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમનું સંચાલન મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કર્યુ હતું. તેમજ રાજકીય ઠરાવ પ્રસ્તાવ ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી દવા2ા ક2વામાં આવેલ આ રાજકિય ઠરાવોને ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ દવારા અનુમોદન આપવામાં આવેલ બેઠકનો પ્રારંભ વંદે માતરમનું ગીત અતુલ પંડિતે ગવડાવી કરાવ્યો હતો .

આ કારોબારી બેઠકમાં સૌ પ્રથમ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મિરાણીએ જણાવ્યુ હતુ કે રાજકોટ ભાજપનો કાર્યકર્તા કાર્યક્રમો થકી જનતા વચ્ચે રહયો છે.શહેર ભાજપનો પ્રશિક્ષણ વર્ગની ભવ્ય સફળતા બાદ આગામી દિવસોમાં વોર્ડ કક્ષાના વર્ગો યોજાવાને છે.તેમજ હર ઘર દસ્તક કાર્યક્રમ અનુસંધાને પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી રસિકરણમાં બાકી રહેલા લોકોને જાગૃત કરી રસિકરણ અભિયાનને સફળતા અપાવશે.

આ બેઠકમાં ગુજરાત મ્યુની. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ  જણાવ્યુ હતુ કે દેશમાં  ટુંકા ગાળામાં 100 કરોડ લોકોને સ્વદેશી રસી આપી વિશાળ સિધ્ધી હાંસલ કરી છે.તેમજ વૈશ્વિક કક્ષાએ ભારત દેશ આજે વિકાસની સાચી દિશામાં આગળ વધી રહયો છે. કોરોના જેવી મહામારીમાં દેશના વૈજ્ઞાનિકો નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ રાત દિવસ મહેનત કરી સ્વદેશી રસી શોધી ખરા અર્થમાં આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી છે.અને આજે વિવિધ ક્ષેત્રે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશ વિશ્વભરમાં મકકમતાથી આગળ વધી રહયો છે.

આ  બેઠકમાં રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે  જણાવ્યુ હતુ કે ભાજપનું સંગઠન રાષ્ટ્રવાદને સર્વોપરિ માની વિકાસની દિશામાં આગળ વધી રહયુ છે.ગુર સજ્યના પુર્વ મુખ્યમંત્રી  વિજયભાઈએ એક સંવેદનશિલ નેતૃત્વ પુરૂ પાડયુ છે.અને ભાજપની ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ દિશામાં જન હિતાર્થે કાર્યકરી રહી છે .

આ કારોબારી બેઠકના અંતિમ ચરણમાં  વિજયભાઈ રૂપાણીએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જયાર થી કેન્દ્રમાં દેશના  ભાજપ સરકાર સતા ઉપર આવેલ છે ત્યારથી રાષ્ટ્ર હિતમાં અનેક પગલાઓ લેવાયા છે.નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ઘણા સમયથી શાસનમાં સુશાસનને ચરિતાર્થ કરતા અનેક નિર્ણયો અને કાર્યો થયેલ છે . અને લોક કલ્યાણની અનેક યોજનાઓ ધ્વારા સામાન્ય માનવીને મદદરૂપ બનીને લાભો આપવાનો પ્રયાસ થયેલ છે . અને દેશના વિકાસ માર્ગે તીવ્રતાથી આગળ વધી રહેલ છે .

ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વિશ્વમાં મજબુત અને પ્રમાણીક સરકાર તરીકે પ્રસ્થાપીત બની છે.જેની વિશ્વ આખાના નેતૃત્વએ નોંધ લીધી છે. કોરોનાના કપરા કાળમાં કોઈ ગરીબ કે કોઈ મજુર ભુખ્યો ન સુવે દરેક જરૂીરીયાતમંદ સુધી અનાજ પહોંચાડવા માટે તેમણે વિશ્વનું સૌથી મોટુ રાશન વિતરણ અભિયાન પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી .સૈનિકો માટે વન રેન્ક વા પેન્શન યોજના શરૂ કરી .આજે દેશમાં રાજયમાં દરેક સ્થાન પર આપણી સરકારો છે.ત્યારે મકકમતાથી આગળ વધી આવનાર ચુંટણીમાં માત્ર જીત નહિ બલ્કે નોંધનીય ભવ્ય જીત સાથે આગળ વધવાનો અનુરોધ કર્યો હતો

કારોબારી બેઠકમાં શહેરના અપેક્ષીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા . આ કારોબારી બેઠકને સફળ બનાવવા વિક્રમ પુજરા , મહેશ રાઠોડ , અનિલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, નિતિન ભુત, જીજ્ઞેશ જોષી, પ્રવિણભાઈ ડોડીયા, રામભાઈ પટેલ, રમેશભાઈ જોટંગીયા, પંકજભાઈ ભાડેસીયા, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, પંડીત નલારીયન, રાજ ધામેલીયા, ચેતન રાવલ  સહીતનાએ જહેમત ઉઠાવી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.