Abtak Media Google News

એન્ટ્રી ઉપર થર્મલ ટેસ્ટ, સેનિટાઇઝેશન, માસ્ક ફરજિયાત: વિદ્યાર્થીઓને ઉકાળા અને ઇમ્યુનીટી બૂસ્ટર દવાઓ પણ નિયમિતપણે અપાઇ છે

રાજયના આરોગ્ય વિભાગની સધન કામગીરીને પગલે હવે કોરોના સંક્રમણ ઘટયું છે. ત્યારે વિદ્યાથીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને મારવાડી યુનિવર્સીટીએ વર્ગખંડો પુન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઓફલાઇન પ્રયત્ક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે. વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, દરેક વિદ્યાર્થી, શિક્ષકગણ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ એસઓપીની અન્ય બાબતોનું પણ પાલન થાય તેની ખાસ ચોકસાઇ રાખવામાં આવે છે. એન્ટ્રી ઉપર થર્મલ ટેસ્ટ, સેનીટાયઝેશન, માસ્ક ફરજીયાત છે ઉપરાંત કોલેજના વર્ગખંડમાં સોડીયમ હાય પોકલોરાયડથી દિવસમાં 3 વાર મોપીંગ સાથે સ્વચ્છતાની સંપૂર્ણ તકેદારી લેવાય છે. મારવાડી કેમ્પસમાં દરરોજ 4 કલાક એમડી કક્ષાના ડોકટર પણ વિદ્યાર્થીઓની સેવામાં હાજર હોઇ છે.

Advertisement

આજે જયારે બાયો મેટ્રીક પંચ સિસ્ટમથી કોરોના વાયરસ ફેલાવાનો ભય છે ત્યારે, મારવાડી ટેકનોલોજીસ દ્વારા બધા જ સ્ટાફ મેમ્બરનું ફેસ રેકગ્નીશન સિસ્ટમ દ્વારા હાજરી લેવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મારવાડી યુનિવર્સીટી દ્વારા કોરોના સંક્રમણ દરમિયાન પણ વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેની કાળજી લેવામાં આવી હતી. કોરોનાની સ્થિતિમાં સુધારો થતાં ત્યારબાદ ક્રમશ: વર્ગખંડ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

કોરોના એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા છે જેમાં અત્યાસ સુધીમાં 770થી વધુના રેપીડ ટેસ્ટીંગ થયા છે. તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા ટેસ્ટીંગમાં મદદ ઉપરાંત ઉકાળા, ઇમ્યુંનીટી બુસ્ટર દવાઓ પણ નિયમિત રીતે આપવામાં આવે છે અને ખુબ જ જહેમત ઉઠાવામાં આવે છે. આ દરમિયાન જો કોઇને કોરોના પોઝીટીવ જણાય તો તેમના માટે આયસોલેશનરૂમ રાખવામાં આવે છે.આજરોજ વધુ 22 જેટલા સેમ્પલ લેવામાં આવેલ હતા જે પૈકી તમામ રિપોર્ટ નેગેટિવ આવેલ છે. આટલી સધન વ્યવસ્થામાં ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ જયારે મારવાડી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ ફરી એકવાર આ નવા નોર્મલમાં સુખરૂપે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સર્વેને ખાસ સમજવાનું કે અફવાઓર્થી ગેરમાર્ગે દોરાવું આપણા બાળકોના ભવિષ્ય માટે હિતાવહ નથી. કોરોના કાળમાં શાળા કોલેજા બંધ રહેતા વિદ્યાથીર્ર્ઓના અભ્યાસક્રમ પર માઠી અસર પહોંચી છે.

અંતે, ઓનલાઇન એજયુકેશન સંકટ સમયની સાંકળ ગણી શકાય. પણ તેને વર્ગખંડ શિક્ષણનો કાયમી વિકલ્પ બનાવી ના શકાય. તો સૌએ સાથે મળીને વિદ્યાર્થી અને શિક્ષણના હિતમાં પ્રયત્નો કરવા જોઇએ અને શાળા-કોલેજો ફરીથી રાબેતા મુજબ ધમધમે તેમ કરવું જોઇએ. ટેકેનોલોજીએ ટીચર્સને મદદરૂપ થઇ શકે, પણ ટીચર્સનું સ્થાન લઇ ના શકે. ગૂગલ કરતા ગુરુનું સ્થાન ઊંચુ છે અને ઓનલાઇન એજયુકેશન કરતા ઓફલાઇન એજયુકેશનનું મહત્વ વધુ છે. આજે જયારે મારવાડી યુનિવર્સીટીમાં આશરે 3500 વિદ્યાર્થીઓ ઓન-કેમ્પસ ભણી રહ્યા છે અને વેકસીનને લઇને ઘણા પોસિટીવ રીઝલ્ટ છે ત્યારે કોઇપણ જાતની અફવાઓથી ઉશ્કેરાયા વગર જેમ બને તેમ બાળકોને પ્રોત્સાહન આપીને તકેદારી પૂર્વક આપણે સૌ આગળ વધીએ તેમાંજ સમજદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.