Abtak Media Google News

                              મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો                                              

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા  ત્રણેય ઝોનમાં પશુ દવાખાનું શરૂ કરવા મ્યુનિસિપલ કમિશનરને  ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે રજુઆત કરી છે.  રજુઆતમાં તેઓએ જણાવ્યુ છે કે  શહેરનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે.શહેરમાં પાલતું પશુઓની સંખ્યા પણ ઘણી છે. રાજકોટ શહેરમાં સદર બજાર તથા પેડક રોડ પર જીલ્લા તથા તાલુકાનુ પશુ દવાખાનું છે. જેમાં રાજકોટ જીલ્લા તથા તાલુકાના પશુઓની સરકારી યોજનાઓ અમલીકરણ અને સારવારની વિગેરે કામગીરી કરવામાં આવે છે.

તેમજ તાલુકા જીલ્લાની પશુ લગત કામગીરી ઘણી હોય છે. તથા બંને પશુ દવાખાનુ તાલુકા જીલ્લાની કામગીરી હોવા છતા પશુ ડોકટરની સંખ્યા ઘણી ઓછી છે. રાજકોટ શહેરમાં શહેરીજનો દ્વારા પાળવામાં આવતા પાલતું જુદા જુદા પશુઓને ઝડપથી સારવાર મળી રહે તે જોવું જરૂરી છે.  મહાપાલિકા હસ્તક એક પણ પશુ દવાખાનું હાલ નથી. જુદા જુદા શહેરી પશુઓ કુતરા, ગાય, ભેંસ તેમજ પાલતું પશુઓને સારવાર ઝડપથી મળી રહે. તે ધ્યાને લઈ રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાં એક એક પશુ દવાખાનું કરવું જરૂરી છે.

જેથી પાલતું પશુઓને જુદી જુદી બીમારી સબબ સત્વરે નિ:શુલ્ક ઝડપથી સારવાર મળી રહે તેમજ સરકાર દ્વારા પણ પશુઓ લગત જુદી જુદી ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે. તેમજ પશુ દવાખાના સંદર્ભ પણ ગ્રાન્ટની ફાળવણી કરવાની જોગવાઈ છે. તો ઉક્ત બાબત ધ્યાને લઈ સત્વરે શહેરી પશુઓ માટે ત્રણેય ઝોનમાં પશુ દવાખાનું કરવા રજુઆતમાં જણાવેલ છે. તેમજ સરકાર દ્વારા માલિકી ન હોય તેવા પશુઓની નિ:શુલ્ક સારવાર માટે ૠટઊં ની 1962 નંબર પર બે એબ્યુલન્સ  શહેરમાં કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.