Abtak Media Google News

ત્રણ દિવસમાં સિતેર કલાકારો કલા પ્રસ્તુત કરશે

રાજકોટમાં સાંસ્કૃતિક, સંગીતના અનેક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ સપ્તાહના અંતે એક અપૂર્વ કાર્યક્રમ અહો યોજાઇ રહ્યો છે. રાષ્ટ્રીય કક્ષાના કલાકારોનો સમાવેશ કરતો કથ્થક નૃત્યનો ઉત્સવ આ વર્ષે રાજકોટમાં યોજાશે. મોટા ગજાના નૃત્યકાર બિરજુ મહારાજના પૂત્ર જયકિશન મહારાજ અને એમના વિઘાર્થીઓ રાજકોટમાં કથ્થક નૃત્યની રજુઆત કરશે. રાષ્ટ્રીય કક્ષાનો કથ્થક મહોત્સવ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં યોજાઇ રહ્યો છે. તા. ર૦, ર૧ અને રરમી ડીસેમ્બર દરમિયાન કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંગીત નાટય અકાદમી દિલ્હીના માઘ્યમથી કથ્થક મહોત્સવ ૨૦૧૯ રાજકોટના પ્રમુખ સ્વામી ઓડીટોરિયમમાં યોજાશે. રાજકોટમાં એના આયોજનની જવાબદારી પરમ કથ્થક કેન્દ્ર સંભાળી રહ્યું છે. ગાયક, વાદક, નર્તક થઇને કુલ સિત્તેર કલાકાર ત્રણ દિવસ દરમ્યિાન રાજકોટ આવશે. પરમ કથ્થક કેન્દ્રના નિયામક, નૃત્યગુરુ, પલ્લવી વ્યાસે જણાવ્યું હતું કે, દિલ્હી કથ્થક કેન્દ્રના પંડીત રાજેન્દ્ર ગંગાણી ઉપરાંત બનારસ ધરાનાના માતા પ્રસાદ, રવિશંકર મિશ્ર, નલીની કમલિની, લખનૌ ધરાનાના માલતી શ્યામ સહિતના કલાકાર ઉપરાંત કેટલાક ઉપરાંત કેટલાક નવોદિત નર્તક અહીં પોતાની કળા રજુ કરશે.

Advertisement

7537D2F3 15ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના અઘ્યક્ષ પંકજ ભટ્ટનો તો અમને સહયોગ મળ્યો છે. નૃત્યગુરુ કુમુદિનીબેન લાખીયા એ વિશેષ આશિર્વાદ પાઠવ્યા છે. મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કોઇપણ કળારસિક પ્રવેશ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.