Abtak Media Google News

ઢોલ-નગારા-ત્રાંસાના તાલે ઝૂમીને સૌ કાર્યકર્તાઓએ ભારતમાતા કી જય, વંદેમાતરમના નારા બોલાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા

રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતાની આગેવાની હેઠળ રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાંથી ૩૭૦ હટાવીને જમ્મુ-કાશ્મીર અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશના નિર્ણયને હર્ષોલ્લાસ સાથે આવકારવા જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, સંગઠન પર્વના ઇન્ચાર્જ દિલીપભાઈ ગાંધી, સહ-ઇન્ચાર્જ નાગદાનભાઈ ચાવડા, ગૌતમભાઈ કાનગડ, ચંદુભાઈ શિંગાળા, વિનુભાઈ પરમાર, વલ્લભભાઈ શેખલિયા, શૈલેશભાઈ અજાણી, અરુણભાઈ નિર્મળ, અરવિંદભાઈ સિંધવ, રાજેન્દ્રભાઈ ધારૈયા, નરેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઈ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, પ્રવીણભાઈ સેગલીયા, હિરેનભાઈ જોશી, વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ રબારી, નીલેશભાઈ દોશી, નીતિનભાઈ સગપરીયા, જયેશભાઈ પંડ્યા, હિતેશભાઈ હુંબલ, એ.કે.દેવમુરારી, અશીશભાઈ લીંબાસીયા, નહેરુદીન સપ્પા, રમેશભાઈ સિંધવ, વિક્રમભાઈ વિઠલાણી, યશભાઈ વાળા, સાવનભાઈ ત્રાંબડીયા, વિવેકભાઈ વિરડીયા, દીપેનભાઈ સાવલિયા, મયંકભાઈ મણવર, ઘનશ્યામભાઈ મકવાણા, જશમતભાઈ સાંગાણી, જગુભાઈ કોરાટ, રઘુભાઈ વેકરીયા, નીમેશભાઈ દોશી, મહેન્દ્રસિંહ ગોહિલ, પ્રણવભાઈ ગોહિલ, મયુરભાઈ ફૂંગશીયા, રજનીભાઈ સખીયા, રામજીભાઈ ગજેરા, બાબુભાઈ અજાણી, સંજયભાઈ ગૌસ્વામી, વિનોદભાઈ દક્ષિણી સહીતના કાર્યકર્તાઓએ ઢોલ-નગારા-ત્રાંસાના તાલે નાચી મોદી-શાહને ખમ્મા ઘણી, ભારતમાતા માથે મુકુટમણી,કરીએ સૌ ભારતમાતાને વંદન,મોદી સરકારને અભિનંદન,કાશ્મીર દેશકી જન્નત હૈ, માતૃભુમી કી અમાનત હૈ,મોદી હૈ તો મુમકીન હૈ,કલમ ૩૭૦ કો હટાયા, દેશ કે સ્વાભિમાન કો બચાયા સુત્રો પુકારીને હર્ષ અને ઉલ્લાસ મનાવ્યો હતો.

Advertisement

આ તકે રાજકોટ જીલ્લા ભાજપા મહામંત્રી ભાનુભાઈ મેતા તથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે રહીને છેલ્લા ૪૦ વર્ષથી કાશ્મીરની આઝાદી માટે લડત લડી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે ઐતિહાસીક નિર્ણય લીધો છે તેનાથી કાશ્મીરી પંડિતો ત્યાં ફરીથી વસવાટ કરીને અમન અને ચેનથી રહી શકશે. કાશ્મીરની આઝાદી થતા કાશ્મીરનો વિકાસ અને ટુરીઝમને ખુબ મોટો વેગ મળશે તેમજ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.