Abtak Media Google News

પ્રદુષણ અટકાવવા રેલવે તંત્રની સરાહનીય પહેલ: રાજકોટ રેલવે ડિવિઝને વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસને ઉજવ્યો: વિદ્યાર્થીઓએ સાફસફાઈ અને પર્યાવરણ જાગૃતિ ફેલાવતા નાટકો રજૂ કર્યા

૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે વિશ્ર્વ આખામાં ઉજવવામાં આવે છે તે અંતર્ગત રાજકોટ રેલવે ડીવીઝન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે રાજકોટ, મોરબી ડેમુ ટ્રેનને બાયો ડિઝલ વડે પ્રથમ વખત ચલાવીને ડી.આર.એમ. પરમેશ્ર્વર ફુંકવાલના હસ્તે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. ઉપરાંત શ્રી સરદાર પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્લેટફોર્મ પર સફાઈ ઝુંબેશ ત્થા વૃક્ષારોપણ અને પાણી બચાવોના નાટક દ્વારા પર્યાવરણને બચાવવા સંદેશો આપવામાં આવ્યો હતો.

ડી.આર.એમ. પરમેશ્ર્વર ફુકવાલએ જણાવ્યું હતુ કે રેલવે એ ભારત સરકારનો એવો વિભાગ છે જે પર્યાવરણ પ્રતિ ખૂબજ જાગૃત તથા સાર્થક છે. દર વર્ષે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ યુનાઈટેડ નેશન દ્વારા આયોજન ૧૦૦થી વધુ દેશોમાં ઉજવવામાં આવે છે ત્યારે અમે લોકો પણ અનેક પર્યાવરણ લક્ષી આયોજન કરીએ છીએ મુખ્ય ઉદેશ એ છે કે પર્યાવરણના સંરક્ષણમાં અમે યોગદાન આપી શકીએ.

કારણ કે અમે ખૂબજ મોટા એમ્પલોયર છીએ દેશની લાઈફ લાઈન છીએ તો અમા‚ કર્તવ્ય છે કે અમે પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરીએ તથા અમે લોકો પણ પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપીએ છીએ આ જાગૃતતા અભિયાન અંતર્ગત અમે બાયોડિઝલથી ચાલતી ડીએમયુ ટ્રેનનું ચલાવી છે. તેમાં હાઈસ્પીડ ડિઝલમાં પાચ ટકા બાયો ડિઝલ ઉમેર્યું છે. તે કરવાનું અમારો ઉદેશ એ છેકે અમે ગ્રીન ફયુલના ઉપયોગને વધારી દેવામાંગીએ છીએ બાયો ડિઝલનાઘણા ફાયદાઓ છે. પ્રથમ તો તે પ્લાન્ટ બેઈઝ ફયુલ છે.

આ વખતની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ છે. તે એર પોલ્યુશનને કેવી રીતે ઓછુ કરી શકીએ તો બાયો ડિઝલ એર પોલ્યુશનને ઘટાડવા મદદરૂપ થાય છે. જે એસપી ૧૦ એસપી ૨.૫ વાળ પાર્ટીકલસ હોય જે શ્ર્વસન સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે. તેને ઓછી કરવા ખૂબજ મોટુ યોગદાન આપે છે. વધુમાં જણાવતા કહ્યું કે લોકોને ટ્રેનમાં કેવી રીતે સ્વચ્છતા રાખવી બાયોટોઈલેટ જે અમે રાખ્યા છે. તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો જેથી અમે તેને સાફ સુતરી ટ્રેન આપી શકીએ બાયોડિઝલએ અમારો ઈન્ટરનલ એફટર્સ છે અમે તેનાથી ચલાવવા માંગીએ છીએ પરંતુ એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સોલીડ વેસ્ટના ડિસ્પોઝલ છે તેને કઈ રીતે ઓછુ કરી શકાય તે અંગે યાત્રીઓને જાગૃત કરવા તે માટેનો અમારો ઉદેશ્ય છે. અમે આખો દિવસ અભિયાન ચલાવવાના છીએ જેમાં યાત્રીઓને બાયોટોઈલેટનો કેવી રીતે ઉપયોગ કરવો તથા એર પોલ્યુશન વિશે એ કહેવા માંગુ છું કે આપણે બધાએ જાગૃત થવાની જરૂરીયાત છે કે ભીના તથા સૂકા કચરાને અલગ અલગ ડસ્ટબીનમાં નાખવો જોઈએ અમે લોકોએ પ્લેટફોર્મ પર અલગ અલગ ડસ્ટબીન રાખી છે. તથા કચરાને બાળવો ન જોઈએ જેથી વાયુ પ્રદુષણ ન થાય તે અંગે અમે યાત્રીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ છીએ.

અબતક સાથેની વાતચીત દરમિયાન શ્રી સરદારટેલ વિદ્યામંદિરના પ્રિન્સીપાલ ભેસાણીયા કિશોરભાઈએ જણાવ્યું હતુ કે ૨૦૧૩થી અમારી શાળામાં દર વર્ષે સફાઈ અભિયાન સપ્તાહ યોજીએ છીએ વિદ્યાર્થીઓમાં સફાઈના ગુણ ખીલે વિદ્યાર્થીઓની નાગરીક તરીકેની ફરજ પોતાનામાં નિર્માણ પામે તે માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અમે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સાફ સફાઈ કરવા શાળાના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ ૬ શિક્ષકો આવ્યા છે. સફાઈ સાથોસાથ વૃક્ષારોપણ કરીશું દર વર્ષે અમે વિદ્યાર્થીઓને ફળાઉ વૃક્ષો તથા ઔષધિય વૃક્ષો અમે તેઓ રજા પર જાય ત્યારે પ્રેઝન્ટ રૂપે આપીએ છીએ તેઓ પોતાના ખેતર, ઘર પાસે વૃક્ષારોપણ કરી પ્રકૃતિ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા અને પર્યાવરણ પરનો પ્રેમ નિર્માણ પામે તે માટે અમારી સંસ્થા આવા અવનવા પ્રયોગો યોજે છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.