Abtak Media Google News
  • સિકયુરીટીનું બિલ પાસ કરવાના મામલે જય અંબે ટી સ્ટોલ ખાતે રૂ.500 લેતા એ.સી.બી.માં સપડાયા

મ્યુનિસીપલ કોર્પોરેશનની વીજીલન્સ ખાતાના નિવૃત ક્લાર્કને વર્ષ 2003 મા ફરજ દરમિયાન રૂ.500 ની લાંચ લેવાના ગુનામાં ખાસ અદાલતે 3 વર્ષની કેદની સજા અને રૂા. 8 હજારનો ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ   કોર્પોરેશનના બિલ્ડીગમા વિવિધ જગ્યાએ સીકયોરીટીના માણસો રાખવાના હોય છે તે માટે કોર્પોરેશને બહાર પાડેલ ટેન્ડર  પ્રફુલસિહ નવલસિહ ચૌહાણનુ મજુર થયું હતુ. આ ટેન્ડર મુજબ તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના બિલ્ડીગમા 11 માણસો સીકયોરીટી સ્ટાફ તરીકે મુકેલ હતા જે અગેનુ બીલ તેઓએ પ્રતિ માસ રજુ કર્યું હતુ. આ બીલો પાસ થયેલ ન હોવાથી ફરીયાદીએ વીજીલન્સ શાખામા કલાર્ક ચદુલાલ બાબુલાલ ખારેચાને મળી બીલ પાસ કરાવવા માટે જણાવેલ હતુ. જેથી ક્લાર્ક બાબુલાલ ખારેચાએ  બીલ પાસ કરવાની વીધી આગળ વધારવા માટે રૂમ. 500 ની લાચની માગણી કરી હતી.

આ માગણી મુજબ ફરીયાદીએ એ.સી.બી.મા ફરીયાદ કરતા એસીબીની ટીમે ક્લાર્ક બાબુલાલ ખારેચાને  કોર્પોરેશનના બિલ્ડીગની સામે આવેલ જયઅબે ટી સ્ટોલમા લાચ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. જે લાંચ કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો ગ્રાહ્ય રાખી ખાસ અદાલતના જજ બી.બી. જાદવે આરોપી ચદુલાલ બાબુલાલ ખારેચા (હાલ ઉ.વ. 64, નિવૃત) ને 3 વર્ષની કેદની સજા અને રૂા.8 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમા ફરીયાદી પ્રફુલસિહ ચૌહાણ અને ટ્રેપીગ ઓફિસર ગુલાબસિહ ડી. રાજપુતનાઓને પ્રોસીકયુશનના કેસ અંગે જુબાની આપતી વખતે પોતાની સોગદ ઉપરની જુબાનીમા કેસ પેપર્સથી વિરોધાભાસ લાવવા બદલ સી.આર.પી.સી. કલમ-344 હેઠળ ખાસ અદાલતે નોટીસ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કર્યો છે.

આ કેસમા સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  સજયભાઈ કે.વોરા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.