Abtak Media Google News

પશ્ર્ચિમ રેલવેને ૧૩મી તારીખે ૧૫૦ વર્ષ પૂરા થયા તે સંદર્ભ પશ્ર્ચીમ રેલવેના હેડ કવાર્ટસમાં એક રેલવે સપ્તાહ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જીમ સરએ રાજકોટને ‘સેફટી’ માટેનો પુરસ્કાર એનાયત કરાયો છે. ૨૦૦૮ પછી આ પુરસ્કાર રાજકોટને પાછો મળ્યો છે. જે ખૂબ ગર્વની વાત છે. રાજકોટ રેલવે માટે આ સાથે એક બીજો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે તે છે ‘રનીંગ ‚મ’ આ ‚મમાં રફુ, ડ્રાઈવર, કાર્યકરો તેમની ડયુટી પછી રેસ્ટ લે છે. બેસ્ટ મેઈન્ટેન રનીંગ ‚મ માટે સુરેન્દ્રનગર તથા ઓખાને પ્રાઈઝ મળ્યા છે અને આ માટે સિનીયર ડીએમઈ ને પણ ખૂબ મહેનત કરી છે અને તેમને ફકત રેલવે સેફટી માટે લોકોને શુ શુ સાવચેતી રાખવી જોઈએ તે માટેના અથાગ પ્રયત્નો કર્યા છે. ઉપરાંત સીનેમાઘરોમાં પણ તેમને શોર્ટ ફિલ્મ દેખાડી છે અને રાહદારીને પણ સાવચેતી માટેના સુચનો આપ્યા છે.

Advertisement

રાજકોટ રેલવે ડીવીઝન રેલવે સેફટી એવોર્ડ બીજી વખત એનાયત કરવામાં આવ્યો છે. જે ગૌરવ લેવા જેવી વાત છે. એટલુંજ નહી પરંતુ ગુજરાત રાજયમાં માત્રને માત્ર રાજકોટ રેલવે ડિવીઝનને જ બે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.

સેફટી એવોર્ડનો શ્રેય મારા સ્ટાફને જાય છે: અનુરાધા મુખેડકર

રાજકોટમાં ડીઆરએમ અનુરાધા મુખડેકરનો ૨ વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયો છે. ત્યારે આ બે વર્ષ દરમિયાન કોઈપણ જાતનો અકસ્માત નથી થયો, અને આ વાતનો પૂરો શ્રેય ડીઆરએમ અનુરાધા મુખેડકર તેમના સ્ટાફને આપે છે,કે જે લોકો પુરી નિષ્ઠા સાથે રેલવેની સેફટી માટે તત્પર રહ્યા અને તેમનો આ ૨ વર્ષની સફર ખૂબજ સારી રહી વધુમાં તેમને જણાવ્યું કે રાજકોટના લોકો ઘણા સરળ અને લાગણીસભર છે. અને આ ૨ વર્ષ તેમના જીવનમાં એક સારી યાદ તરીકે હંમેશાસાથે રહેશે. આ ૨ વર્ષમાં તેમને ઘણી ઉપલબ્ધીઓ પણ મળી છે. જેમાં ઓખા, સુરેન્દ્રનગર ડબલીંગ પૂ‚ થયું છે. સાથે સાથે ૭ સ્ટેશનના સિંગ્નલના સાધનોને ઘણુ સુધારયું છે. અને આ ૨ વર્ષમાં રેલવેની આવકમાં પણ વધારો થયો છે. સાથે સાથે એનર્જી સેવીંગમા થતા ૨ પુરસ્કાર મળ્યા છે. અને સફાઈ માટે પણ ૨ પુરસ્કાર નેશનલ લેવલ પર મળેલ છે અને વધુમાં જણાવતા તેમને કહ્યું કે તે મોકો મળશે ત્યારે ચોકકસ રાજકોટની મુલાકાત લેશે અને દ્વારકાધીશના દર્શન માટે તેઓ આવતા રહેશે તેમજ રાજકોટ રેલવે ડીવીઝનના ડીઆરએમ અનુરાધા મુખેડકર સોમવારે પોતાનો ચાર્જ નવા ડીઆરએમ પી.બી. નીનાવ્વેને સોંપીને બપોર બાદ ‚ખસત લઈ રહ્યા છે.તેમના કાર્યકાળ દરમિયાન એક પણ જીવલેણ રેલ દુર્ઘટના ઘટી નથી. અધિકારીઓ તેને મોટી સિધ્ધિ માને છે ઉપરાંત સ્વચ્છ રેલવે સ્ટેશનોમાં રાજકોટને બીજો ક્રમ જયારે જામનગરનો ચોથો ક્રમ તેમની મહેનત દર્શાવે છે અને અનુરાધા મુખેડકરે જણાવ્યું હતુ કે, અહીના લોકો દયાળુ, પ્રામાણીક અને નમ્ર છે અને મને રંગીલુ રાજકોટ ઘણું યાદ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.